તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 7th September 2024
લોધીકાના વીરવા ઇન્ડસ્ટ્રીયલ એરીયાના કારખાનામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી
પ કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો : ૧ કારખાનામાંથી રોકડની ચોરી : પોલીસને જાણ કરાઇ ચડ્ડી બનિયાનધારી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ : લોધીકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા., ૭: લોધીકા પાસે આવેલ વિરવા ગામના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ગત રાત્રે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી અને પાંચ કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જયારે એક કારખાનામાંથી રોકડની ચોરી કરી હતી. આ અંગે લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થયેલ વિગતો મુજબ લોધીકાના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ કારખાનામાં ગત રાત્રે ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી અને અડધો ડઝન કારખાનાના શટર તોડવાનો પ્રયાસો કર્યા હતા. આ ટોળકીએ એક કારખાનામાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાનું બહાર આવેલ છે. તેમજ એક પેટ્રોલ પંપમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે કારખાનેદારોએ લોધીકા પોલીસને જાણ કરતા લોધીકાના નવનિયુકત પીઆઇ ડામોર તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસતા ચડ્ડી બનિયાનધારી ટોળકી કારખાનાના શટર તોડતી નજરે પડે છે. પોલીસે આ સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરેલ છે. આ બનાવ અંગે હજુ સુધી પોલીસમાં ફરીયાદ થઇ નથી.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
