<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

તમારા છોકરાઓ મારા છોકરા સાથે કેમ ઝઘડો કરે છે તેમ કહી અમરેલીમાં પરિણિતા ઉપર હુમલો

છરી વડે પગમાં ઇજા કરી ધમકી આપ્‍યાની ફરીયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૭ :  અમરેલી હનુમાનપરા શેરીનં.-૨માં રહેતાં વિમળાબેન વનરાજભાઈ ખાવડીયા ઉ.વ.૩૬ પોતાના ઘરે હોય તે દરમિયાન રાયધન ઉર્ફે રાજુ ગોરધનભાઈ ખાવડીયા દારૂપીને ઘરે આવી કહેલ કે તમારા છોકરાઓ મારા છોકરા સાથે કેમ ઝઘડો કરે છે તેવું કહી ઉશ્‍કેરાઈ જઈ ગાળો બોલી નેફામાં છરી કાઢી વિમળાબેનને ડાબા પગના સાથળમાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉંટવડ કપચીના ભડીયા નજીક ડમ્‍પરે બાઇકને હડફેટે ચડાવ્‍યું

બાબરા તાલુકાના ઉંટવડ ગામે કપચીના ભડીયા પાસે હાઈવે રોડ ઉપર રાજકોટના દિનેશભાઈ ઉર્ફે પત્‍યો ગણેશભાઈ વાઘેલા ઉ.વ.૩પ રાજકોટથી પોતાનું હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડ જી જે ૦૬ સીએલ ૫૮૭૩ લઈને પોતે પોતાના પત્રી અને બન્ને બાળકો સાથે પોતાના નવાગામ ખાતે સુરાપુરા દાદાને ખીર ચડાવવા માટે જતાં હતાં તે દરમિયાન ઉટવડ ગામ નજીક કપચીના ભડીયા પાસે બાઈક પાછળ એકપીળા કલરના ડમ્‍પરે સામેની સાઈડમાં જવા માટે ડમ્‍પર વાળી ડમ્‍પરના પાછળના ટાયરના જોટામાં બાઇક સાથે ભટકાવી મોટર સાયકલ ઉપર થી તથા દિનેશભાઇના નાના દિકરા આકાશના જમણા પગમાં ઉપર ડમ્‍પરનું પાછળનું ટાયર ચડાવી પગમાં ગંભીર ઈજા કરતાં પગ કપાવવો પડેલ હોય તેમજ દિનેશભાઈને જમણા પગમાં ગોઠણ તથા પિંડીના ભાગે તથા ઘુટી અને પોંચામાં ઉંડુ છોલાણ કરી ગંભીર ઈજા થવાથી પ્‍લાસ્‍ટીક સર્જી કરાવેલ તેમજ પત્‍ની કાળીબેનને કમરના ગોળામાં ફેકચર તથા શરીરે જમણી બાજુ નાની મોટી ઈજા કરી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 લાઠીના અડતાળામાં

વળધ્‍ધ ઉપર હુમલો

લાઠી તાલુકાના અડતાળા ગામે મહુવા તાલુકાના મોદા ગામના ઉકાભાઈ ગોવિંદભાઈ કુંભાણી ઉ.વ.૫૦ અને આરોપીઓ વેવાઈ થતાં હોય ઉકાભાઈ તેમના વેવાઈના ઘરે જતાં કહેલ કે અમારે ઘરે જવું છું જેથી આરોપીએ કહેલ કે આજે અહીંયા રોકાઈ જાવ જેથી રોકાવાની નાપાડતાં અશોક પોપટભાઈ અને રમીલાબેન અશોકભાઈ કથિરીયાએ ગાળો બોલી ઢીકાપાટુ વડે મુંઢમારમારી રમીલાબેને આંગળીએ બટકુ ભરી એકબીજાએ મદદગારી ગુનો કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(1:50 PM IST)