News of Saturday, 7th September 2024
કચ્છમાં હત્યા - અપહરણના આરોપીનો સગીરા સાથે આપઘાત
વાગડના ચર્ચાસ્પદ બનાવમાં ફતેહગઢની સીમમાં સગીરા અને આરોપીની ઝાડ ઉપર લટકતી હાલતમાં લાશ મળતા પોલીસ તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : સજોડે આપઘાતના આમતો અનેક કિસ્સાઓ સામે આવે છે પરંતુ વાગડના ચર્ચાસ્પદ હત્યા અને અપહરણના આ ચકચારી કિસ્સામાં આપઘાતનુ સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. બનાવ સદંર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાપરના ફતેહગઢ નજીક વાડી વિસ્તારમાં સગીરાનુ અપહરણ કરી જઇ રહેલા યુવકને રોકવા જતા વચ્ચે પડેલી સગીરાની માતાને ધારદાર હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાના મામલામાં નવો વણાંક આવ્યો છે. ગુરૂવારે પ્રકાશમા આવેલી આ ઘટનામાં હત્યા કર્યા બાદ સગીરાનુ અપહરણ કરી નાશી જનાર યુવકે સગીરા સાથે આપઘાત કરી લેતા ભારે ચકચાર સર્જાઇ છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ફતેહગઢ સુજાવાંઢ વિસ્તારંમા ચાર દિવસ પહેલા માતાની હત્યા કરી પુત્રીનુ અપહરણ કરનાર આરોપી અને સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર ફેલાઇ છે. સુજાવાંઢના કોળી રવિ હિરા પારકરા (કોળી) એ સગીરાની માતા જમણીબેનની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી સગીરાનુ અપહરણ કરી નાશી ગયો હતો. જે બનાવની તપાસ રાપર પોલીસ ચલાવી રહી છે પરંતુ આજે શનિવારે ફતેહગઢની સીમમા સગીરા અને આરોપીની લાશ ઝાડ પર લટકતી જોવા મળી હતી જે બાબત ની જાણ રાપર પીઆઇ જે.બી.બુબડીયાને થતાં તેઓ ઘટના સ્થળ પોલીસ સ્ટાફ સાથે દોડી ગયા અને વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ અધિકારી જે.બી.બુબડીયા એ જણાવ્યુ હતુ કે યુવક અને સગીરા અગાઉ સાથે રહેતા હતા પરંતુ ત્યાર બાદ તેની માતાએ ઇન્કાર કરતા તેની હત્યા કરી યુવક દ્વારા સગીરાનુ અપહરણ કરાયુ હતુ. પ્રાથમીક તપાસમાં જે દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો તે દિવસે જ બન્નેએ આપઘાત કર્યો હોવાનુ અનુમાન મળતદેહ જોતા લગાવાયુ છે. બનાવે સમગ્ર વાગડમા ચકચાર સર્જી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
