News of Saturday, 7th September 2024
જ્યાં નથી મંદિર કે મસ્જિદ : જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં આગામી ૧૩ સપ્ટેમ્બરથી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગે ચંગે પ્રારંભ થશે
તા. ૧૩ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ચંદન વિધિ દાતાર બાપુ ના અમૂલ્ય આભૂષણોને ગુફામાથી બહાર કાઢીને પૂજા વિધિ અને દર્શન કરાવવામાં આવશે : જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ : જ્યાં નથી મંદિર કે મસ્જિદ તેવી દાતારની ટેકરી ઉપર કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તારીખ ૧૩ સપ્ટેમ્બર થી ચાર દિવસ સુધી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળા નો રંગે ચંગે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં આ મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવા સેવકો દ્વારાતૈયારીઓ થઈ રહી છે વર્ષમાં એક વખત મહાપર્વ ઉર્સ ઉજવવામાં આવે છે.
જેમાં તા. ૧૩ સપ્ટેમ્બર શુક્રવારના રોજ રાત્રિના દાતાર બાપુની ગુફામાંથી અમૂલ્ય આભૂષણો વર્ષમાં એક વખત જ બહાર આવે છે જેની પૂજા વિધિ અને પધારેલા ભાવિકોને દર્શન માટે રખાય છે અને વહેલી સવારે એ આભૂષણો પરત ગુફાની અંદર પધરાવી દેવામાં આવે છે આભૂષણઓમાં જે દાતાર બાપુ ધારણ કરતા હતા તે કાનના કુંડળ કાખઘોડી પોખરાજ ઈત્યાદી 18 જેટલી વસ્તુઓ નો સમાવેશ થાય છે ત્યારબાદ ઉર્સના બીજો દિવસ આરામનો દિવસ રહે છે અને તા ૧૫ ને રવીવારના રોજ રાત્રિના મેંદી યાને કે દીપમાળા નો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં દાતાર બાપુ ની ગુફા અને દાતારની જગ્યામાં દીપ પ્રગટાવીને દિવાળી જેવો માહોલ સર્જાય છે ત્યાર પછીના દિવસોમાં મહાપર્વ ઉર્સ માં લોકો દાતાર બાપુના દર્શન અને દીદાર માટે ઉમટી પડે છે.
ચાર દિવસના આ મેળામાં દાતાર બાપુના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં દાતારની ટેકરી ના ત્રણ હજાર પગથિયાં યડી ઉપર જઈ ચડે છે દાતાર બાપુ ના આ મહાપર્વ ઉર્સમાં પધારેલા તમામ ભાવિકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની સુંદર મજાની વ્યવસ્થા જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા કરવામાં આવે છે દાતાર ની જગ્યા ના મહંતોની ઉજળી પરંપરા એ રહી છે કે દાતારની જગ્યાના મહંત કોઈ દિવસ નીચે યાને જુનાગઢ આવતા નથી અને જગ્યા છોડી ક્યારેય પણ તેઓ ક્યાંય વિચરણ કરતા નથી એ એક ઉજળી પરંપરા રહી છે.
જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુએ પણ પોતાનું આજીવન દાતાર બાપુ ની જગ્યામાં દિન દુખિયાની સેવા કરવા માં જીવનખપાવી દીધું બંને મહંતોની સમાધિઓ પણ અહીં આવેલી છે જેના લોકો દર્શન કરે છે ત્યાંરે હાલના મહંત પૂજ્ય ભીમ બાપુ પણ કદી પણ જગ્યા છોડી અને ક્યાંય ગયા નથી એ જ પરંપરાને અત્યારે હાલના મહંત પૂજ્ય ભીમ બાપુ પણ છેલ્લા 3૫ વર્ષથી જગ્યા છોડી અને કદી પણ નીચે આવ્યા નથી આટલી ઉંચાઈ ઉપર આવેલી આ ધાર્મિક જગ્યામાં છેલ્લા હજારો વર્ષથી અવિરત પણે ચાલી રહેલું અન્નક્ષેત્ર અત્યારે પણ કાયમ છે.
આટલી ઉંચાઈ ઉપર પણ દાતારની જગ્યામાં સુંદર મજાની ગૌશાળામાં ગાયો વિચરણ કરી રહી છે દાતાર બાપુ ના દર્શને પધારતા ભાવિકોમાં કોઈ નાત જાતના ભેદ ભાવ વગર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મ દરેક કોમના લોકો પૂરા ભાવ સાથે દાતાર બાપુના દર્શન કરવા પધારે છે અને જગ્યા ખાતે દરેક ભાવિકનું સન્માન જળવાઈ રહે અને પોતાની ધાર્મિકતા આધ્યાત્મિકતા નો આદરભાવ જળવાઈ રહે તેવી કાળજી લેવાય છે.
બિનસાંપ્રદાયિક અને કોમી એકતાની મીસાલસમી આ જગ્યામાં નાની અનામી સેલિબ્રિટી માં ભારત વર્ષના વરિષ્ઠ સંતોમાં પુજય મોરારીબાપુ અને પુજય રમેશભાઈ ઓઝા થી લઈ અનેકસંતોએ આ જગ્યાએ પધારી પોતાનો રાજીપો વ્યક્ત કરેલ છે તદુપરાંત જાહેર જીવનના આગેવાનો અને પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ દાતાર બાપુ ના દર્શન અને જગ્યાનો વહીવટ જોઈ ખુશી વ્યક્ત કરેલ છે.
દાતારની જગ્યામાં તમામ પ્રકારના તહેવારોમાં બ્રહ્મલીન મહંતેા ની પુન્ય તિથિ એખ્યાતનામ કલાકારો માં નિરંજનભાઇ પંડ્યા લક્ષ્મણ બારોટ બીરજુ બારોટ દિપક જોષી સહિતના કલાકારોએ સંતવાણી ના કાર્યક્રમો આપેલ છેગુરુપૂર્ણિમા ઉતાસણી પર્વ દિપાવલી વિજયાદસમી દશેરાએ નવનાથ સિદ્ધ 84 નાધુણા ખાતે વિશ્વ કલ્યાણ અર્થેયજ્ઞનું પણ અનેરુ આયોજન હનુમાન જયંતિ ઈતિયાદી તમામ તહેવારો ઉજવવામાં આવે છે દાતારના દર્શને પધારતા તમામ ભાવિકોને સીડી ઉપર આવેલી ચીથરીયાપીર કોઈલા વજીર હાથી પથ્થર દરેક જગ્યા ખાતે પૂજ્ય ભીમબાપુ દ્વારા યાત્રિકોની સુખાકારી માટે ચા પાણી નાસ્તાનું અનેરૂ આયોજન પણ કરાય છે.
નીચે વિલિંગન ડેમ પાસે પૂજ્ય પટેલ બાપુ ધામ આશ્રમ ખાતે પણ યાત્રિકોને નિવાસ કરવા અને બહારગામ થી આવતા ભાવિકો માટે આરામ કરવાની સુંદર મજાની વ્યવસ્થા ઉભી કરાઈ છે દાતાર બાપુ ની આ ધાર્મિક જગ્યામાં કોઈ નાત જાતના વાડા વગર દરેક ભાવિકનું સન્માન કરવામાં આવેછે પૂજ્ય દાતાર બાપુની એક વાત એવી છે જિનહે દાતાર બાપુ બુલાતે હૈ વહી દાતાર આતે હૈ.(તસ્વીર: મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
