<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં સિલ્વર હાઇટ્સ ખાતે રાત્રે 9:15 કલાકે રોજ એસપી રોડના વિવિધ પ્રશ્નોને લઈને મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા હાજર રહ્યા હતા અને પડતર પ્રશ્નો ઉકેલવાની લોકોને ખાતરી આપી હતી.

     મહત્વનું છે કે, એસ.પી.રોડના વિસ્તારોમાં બિસ્માર રોડ, ભારે મોટા વાહનની અવર જવર, ભૂગર્ભ ગટરના વારંવાર તુટી જતા ઢાકણા, રોડ ઉપર બંધ પડેલી સ્ટ્રીટલાઈટો, રોડ ઉપર નાકા ઉપર 80 ફુટનું પહોળું નાલાનો પ્રશ્ન, અવારનવાર પાવર કટના જીઈબીના પ્રશ્નો, રોડ ઉપરના દબાણો, રોડ ઉપર નડતા જીઈબીના થાંભલા, રોડની સફાઈ, બમ્પ, રોડ ઉપર થતાં અવારનવાર ખોદકામ, સામાન્ય ચોમાસાના વરસાદમાં ભારે પાણીથી બંધ થઇ જતો રોડ વગેરે વગેરે ઘણા બધા પ્રશ્નો છે. આ અંગે રવાપર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરાઈ છે. પરતું સમસ્યાનું નિરાકરણ થયું નથી. ત્યારે રવાપર ગ્રામ પંચાયતના સરપંચની હાજરીમાં આ પ્રશ્નોને લઈને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને રજૂઆત કરવામાં આવી હતી. અને તેમણે તમામ પ્રશ્નોનું સમાધાન કરવાની લોકોને ખાતરી આપી હતી.

(1:14 AM IST)