તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th September 2024
મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માતઃ ૩ લોકોએ જીવ ગુમાવ્યોઃ ૩ ઘાયલ
બનાવમાં તુષાર બાલુભાઈ માલવયા,વરુણભાઈ વાસકલે,મહેશ સીંગાર ઉ.વ. 24નું મોત મોત નિપજ્યું હતું જ્યારે મહિલા, બાળકી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને સારવાર મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

મોરબીઃ મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર આજે વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે વહેલી સવારે વાંકાનેર નજીક મોરબી હાઈવે પર બંધુનગર પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે અર્ટીગા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે અકસ્માતના પગલે ડમ્પર પલટી મારી ગયું હતું. અકસ્માતની આ ઘટના ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણની હાલત ગંભીર છે.
અકસ્માતના આ બનાવમાં તુષાર બાલુભાઈ માલવયા ઉ.વ 30 રહે ઉમા ટાઉનશીપ અને વરુણભાઈ વાસકલે 28 રહે. જાંબુવા વાળા,મહેશ સીંગાર ઉ.વ. 24નું મોત મોત નિપજ્યું હતું. જ્યારે મહિલા, બાળકી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
