<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

જામનગરમાં ગુરુ સુખરામદાસ ગ્રૂપ દ્વારા 'તળાવની પાળના રાજા' ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

વિશાળ કદના ડોમની સાથે પાંડાલ નું નિર્માણ કરીને ભક્તો માટે દર્શનની તેમ જ મહા પ્રસાદની વિશેષ વ્યવસ્થા

જામનગર: જામનગરમાં ગુરુ સુખરામદાસ ગ્રુપ દ્વારા તળાવની પાળ પર પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ 'તળાવની પાળના રાજા' ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, અને ભગવાન ગણેશજીની વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરીને પ્રતિદિન મહાઆરતી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
 વિશાળ કદના ડોમની સાથે પાંડાલ નું નિર્માણ કરીને ભક્તો માટે દર્શનની તેમ જ મહા પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
 પ્રતિદિન દરરોજ રાત્રે હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવે છે. સમગ્ર જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી પણ અનેક ગણેશ ભક્તો તળાવની પાળ નાર રાજાના દર્શનાર્થે અચૂક આવે છે, અને ભગવાન ગણેશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.


 

(7:58 PM IST)