News of Sunday, 8th September 2024
જામનગરમાં ભાટની આંબલી પાસે ગિરનારી ગ્રુપ દ્વારા અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ સમાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરાઇ
અયોધ્યા સ્થિત ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ સમાન જ ભગવાન ગણેશજીની વિશાળ કદની પ્રતિમા નું સ્થાપન

જામનગર :જામનગરમાં ભાટની આંબલી વિસ્તારમાં પ્રતિવર્ષ મુજબ ગિરનારી ગ્રુપ દ્વારા આ વખતે પણ ગણેશ મહોત્સવ ની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, અને આ વખતે અયોધ્યા સ્થિત ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ સમાન જ ભગવાન ગણેશજીની વિશાળ કદની પ્રતિમા નું સ્થાપન કરીને ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
આ સ્થળે જામનગર શહેરના અનેક ગણેશ ભક્તો દર્શન માટે આવીને ગણપતિ દાદા ના દર્શન કરી મહા આરતીમાં જોડાય છે. તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા પ્રતિદિન પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.(તસવીર અહેવાલ મુકુન્દ બદિયાણી)
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
