News of Monday, 9th September 2024
કચ્છના લખપતમાં ૧૪ જણના મોત બાબતે સરકાર ત્વરિત પગલાં ભરેઃ શક્તિસિંહ ગોહિલ : જુઓ વિડિયો
વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું: એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધીઃ નિષ્ણાત ડોકટરોની ટીમો મોકલવી જોઈએઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખની માગણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ :.. કચ્છના લખપતમાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ લોકો બની રહ્યા છે અને ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. તેમ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહીલે જણાવ્યું છે.
વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. નિષ્ણાત ડોકટરોની ટીમો મોકલવી જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ. લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. આમા બેદરકારી ના ચાલે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને હું વિનંતી કરું છું કે, તાત્કાલીક સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાં મોકલે અને પરિસ્થિતિને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે.
તેમ સાંસદ રાજ્યસભા અને પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
