News of Monday, 9th September 2024
કોમી એકતાના પ્રતિક જુનાગઢના ઉપલા દાતારમાં ૪ દિવસીય ઉર્ષ
જ્યાં નથી મંદિર કે મસ્જિદ તે જગ્યામાં આગામી ૧૩ સપ્ટેમ્બરથી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગે ચંગે પ્રારંભ થશેઃ તા. ૧૩ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ચંદનવિધિ દાતારબાપુના અમૂલ્ય આભૂષણોને ગુફામાથી બહાર કાઢીને પૂજા વિધિ અને દર્શન કરાવવામાં આવશેઃ જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭: જ્યાં નથી મંદિર કે મસ્જિદ તેવી દાતારની ટેકરી ઉપર કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તારીખ ૧૩ સપ્ટેમ્બર થી ચાર દિવસ સુધી દાતારબાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જગ્યાના મહંત પૂજ્ય ભીમબાપુની નિશ્રામાં આ મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવા સેવકો દ્વારાતૈયારીઓ થઈ રહી છે. વર્ષમાં એક વખત મહાપર્વ ઉર્સ ઉજવવામાં આવે છે.
જેમાં તા. ૧૩ સપ્ટેમ્બર શુક્રવારના રોજ રાત્રિના દાતાર બાપુની ગુફામાંથી અમૂલ્ય આભૂષણો વર્ષમાં એક વખત જ બહાર આવે છે જેની પૂજા વિધિ અને પધારેલા ભાવિકોને દર્શન માટે રખાય છે અને વહેલી સવારે એ આભૂષણો પરત ગુફાની અંદર પધરાવી દેવામાં આવે છે આભૂષણઓમાં જે દાતાર બાપુ ધારણ કરતા હતા તે કાનના કુંડળ કાખઘોડી પોખરાજ ઈત્યાદી ૧૮ જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ત્યારબાદ ઉર્સના બીજો દિવસ આરામનો દિવસ રહે છે અને તા ૧૫ને રવીવારના રોજ રાત્રિના મેંદી યાને કે દીપમાળાનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં દાતારબાપુની ગુફા અને દાતારની જગ્યામાં દીપ પ્રગટાવીને દિવાળી જેવો માહોલ સર્જાય છે ત્યારપછીના દિવસોમાં મહાપર્વ ઉર્સમાં લોકો દાતારબાપુના દર્શન અને દીદાર માટે ઉમટી પડે છે.
ચાર દિવસના આ મેળામાં દાતારબાપુના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં દાતારની ટેકરી ના ત્રણ હજાર પગથિયાં ચડી ઉપર જઈ ચડે છે દાતાર બાપુ ના આ મહાપર્વ ઉર્સમાં પધારેલા તમામ ભાવિકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદની સુંદર મજાની વ્યવસ્થા જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા કરવામાં આવે છે દાતારની જગ્યાના મહંતોની ઉજળી પરંપરા એ રહી છે કે દાતારની જગ્યાના મહંત કોઈ દિવસ નીચે યાને જુનાગઢ આવતા નથી અને જગ્યા છોડી કયારેય પણ તેઓ કયાંય વિચરણ કરતા નથી એ એક ઉજળી પરંપરા રહી છે.
જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલબાપુ અને વિઠ્ઠલબાપુએ પણ પોતાનું આજીવન દાતારબાપુની જગ્યામાં દિન દુખિયાની સેવા કરવામાં જીવનખપાવી દીધું બંને મહંતોની સમાધિઓ પણ અહીં આવેલી છે જેના લોકો દર્શન કરે છે ત્યાંરે હાલના મહંત પૂજ્ય ભીમબાપુ પણ કદી પણ જગ્યા છોડી અને કયાંય ગયા નથી એ જ પરંપરાને અત્યારે હાલના મહંત પૂજ્ય ભીમ બાપુ પણ છેલ્લા ૩૫ વર્ષથી જગ્યા છોડી અને કદી પણ નીચે આવ્યા નથી આટલી ઉંચાઈ ઉપર આવેલી આ ધાર્મિક જગ્યામાં છેલ્લા હજારો વર્ષથી અવિરત પણે ચાલી રહેલું અન્નક્ષેત્ર અત્યારે પણ કાયમ છે. આટલી ઉંચાઈ ઉપર પણ દાતારની જગ્યામાં સુંદર મજાની ગૌશાળામાં ગાયો વિચરણ કરી રહી છે દાતારબાપુના દર્શને પધારતા ભાવિકોમાં કોઈ નાતજાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મ દરેક કોમના લોકો પૂરા ભાવ સાથે દાતારબાપુના દર્શન કરવા પધારે છે અને જગ્યા ખાતે દરેક ભાવિકનું સન્માન જળવાઈ રહે અને પોતાની ધાર્મિકતા આધ્યાત્મિકતાનો આદરભાવ જળવાઈ રહે તેવી કાળજી લેવાય છે. બિનસાંપ્રદાયિક અને કોમી એકતાની મીસાલ સમી આ જગ્યામાં નાની અનામી સેલિબ્રિટીમાં ભારત વર્ષના વરિષ્ઠ સંતોમાં પુજય મોરારીબાપુ અને પુજય રમેશભાઈ ઓઝાથી લઈ અનેક સંતોએ આ જગ્યાએ પધારી પોતાનો રાજીપો વ્યક્ત કરેલ છે તદુપરાંત જાહેર જીવનના આગેવાનો અને પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ દાતારબાપુના દર્શન અને જગ્યાનો વહીવટ જોઈ ખુશી વ્યક્ત કરેલ છે.
દાતારની જગ્યામાં તમામ પ્રકારના તહેવારોમાં બ્રહ્મલીન મહંતોની પુણ્યતિથિ એ ખ્યાતનામ કલાકારોમાં નિરંજનભાઇ પંડ્યા, લક્ષ્મણ બારોટ, બીરજુ બારોટ, દિપક જોષી સહિતના કલાકારોએ સંતવાણીના કાર્યક્રમો આપેલ છે. ગુરુપૂર્ણિમા ઉતાસણી પર્વ દિપાવલી વિજયા દસમી દશેરાએ નવનાથ સિદ્ધ ૮૪ના ધુણા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું પણ અનેરુ આયોજન હનુમાન જયંતિ ઈતિયાદી તમામ તહેવારો ઉજવવામાં આવે છે દાતારના દર્શને પધારતા તમામ ભાવિકોને સીડી ઉપર આવેલી ચીથરીયાપીર કોઈલા વજીર હાથી પથ્થર દરેક જગ્યા ખાતે પૂજ્ય ભીમબાપુ દ્વારા યાત્રિકોની સુખાકારી માટે ચા પાણી નાસ્તાનું અનેરૂ આયોજન પણ કરાય છે.
નીચે વિલિંગડન ડેમ પાસે પૂજ્ય પટેલબાપુ ધામ આશ્રમ ખાતે પણ યાત્રિકોને નિવાસ કરવા અને બહારગામથી આવતા ભાવિકો માટે આરામ કરવાની સુંદર મજાની વ્યવસ્થા ઉભી કરાઈ છે દાતાર બાપુની આ ધાર્મિક જગ્યામાં કોઈ નાત જાતના વાડા વગર દરેક ભાવિકનું સન્માન કરવામાં આવેછે પૂજ્ય દાતાર બાપુની એક વાત એવી છે જિનહે દાતાર બાપુ બુલાતે હૈ વહી દાતાર આતે હૈ.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
