News of Monday, 9th September 2024
જુનાગઢની ગેસ લીકેજ ઘટનામાં માસૂમ બાળક બાદ તેના પિતાનું પણ મોત, માતા હજુ ગંભીર
મૃતકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લઈ લેતા ગમગીની

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૯: જૂનાગઢનાં ગણેશનગર વિસ્તારની ગેસ લીકેજ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પુત્ર બાદ તેના પોતાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ ઘટનામાં બાળકના માતા હજુ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
જુનાગઢ શહેરના ગિરનાર દરવાજા પાસે આવેલ ગણેશનગરમાં રહેતા કાનજીભાઈ માવજીભાઈ કટારીયાના મકાનના રસોડામાં મંગળવારની રાત્રે ૧૧ વાગ્યે ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થતા ૫૫ વર્ષીય કાનજીભાઈ તથા તેમના ૩૫ વર્ષીય પુત્ર વિજયભાઈ, ૩૨ વર્ષીય પુત્રવધુ મનિષાબેન તથા ૭ વર્ષીય પૌત્ર દત દાઝી જતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગત બુધવારે સાંજે ૪ વાગ્યે માસુમનું મૃત્યુ થયું હતું. શનિવારની રાત્રે વિજયભાઈનું પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા આ ઘટનામાં મૃત્યુ આંક વધીને બે ઉપર પહોંચ્યો હતો. જ્યારે મૃતક વિજયભાઈના પત્ની મનિષાબેન અને પિતા કાનજીભાઈ રાજકોટ ખાતે સારવાર હેઠળ છે તેમાં મનીષાબેનની તબિયત ગંભીર હોવાનું પરિવારના સંબંધી સાગરભાઇ કટારીયાએ જણાવ્યું હતું. આ ઘટનામાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતાં મહિલા પીએસઆઇ વી. એલ. લખધીરે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
