<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ઓટો રિક્ષા પુલ પરથી નીચે નદીમાં ખાબકતા જૂનાગઢના આધેડ, યુવાનનું મૃત્‍યુ

જૂનાગઢના જામકા ગામ પાસેની ઘટના, પોલીસ દ્વારા તપાસ શરૂ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૯: જૂનાગઢ તાલુકાના જામકા ગામ પાસે ઓટો રીક્ષા પુલ ઉપરથી નીચે ખાબકતા જૂનાગઢના ચુનીલાલ કાનજીભાઈ ચોટલીયા અને ફેઝલ હુસેનભાઇ મુસાણીનું મૃત્‍યુ થતા બંનેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

જુનાગઢના મધુરમ વિસ્‍તારમાં રહેતા ૫૪ વર્ષીય ચુનીલાલ ચોટલીયા અને સુખનાથ ચોક વિસ્‍તારમાં આવેલ શાલીમાર કોલોનીમાં રહેતા ૨૫ વર્ષીય ફેજલભાઈ મુસાણી જીજે ૦૬ એડબલ્‍યુ ૪૦૩૬ નંબરની ઓટો રીક્ષા સાથે પાણખાણ ગામ નજીક તો પુલ ઉપરથી નીચે ખાંબકતા બંનેના મૃત્‍યુ નીપજ્‍યા હતા.આ અકસ્‍માત અંગે રવિવારે સવારે ૧૦ વાગ્‍યે જાણ થતાં તાલુકા પીએસઆઇ ડી. કે. સરવૈયા સ્‍ટાફ સાથે દોડી ગયા હતા અને બંનેના મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું કે, આ ઘટના અંગે હાલ અકસ્‍માત મૃત્‍યુનો બનાવ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરવામાં આવ્‍યો છે. બંને મૃતક વિસાવદર તરફથી આવી રહ્યા હોવાનું અનુમાન છે. મરનાર બંને વ્‍યક્‍તિ જ રિક્ષામાં હતા. આ ઘટના વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:09 AM IST)