News of Monday, 9th September 2024
ભાવનગરના નેસડાનાં આર્મી જવાન રોહિતભાઇ ડાંગરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
આઇટીબીપીમાં ફરજ બજાવતા જવાને શપથ લીધાના બીજા જ દિવસે મૃત્યુ થતા આહિર સમાજમાં અરેરાટી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નેસડા ગામના આર્મી જવાન રોહિતભાઈ ઉકાભાઇ ડાંગર વીરગતિ પામ્યા છે .
છેલ્લા એક વર્ષથી અરુણાચલ ઙ્કદેશ ખાતે આઈટીબીપી માં ફરજ બજાવતા હતા.બનાવ એવો બન્યો કે ટ્રેનિંગ પછી શપથ લીધાના એક દિવસ બાદ આવેલ એટેક જીવલેણ નીવડ્યો રોહિતભાઈ ડાંગરના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો છે.
આજે નેસડા ખાતે અંતિમવિધિ થઈ હતી. આજે સવારે ૭ વાગે નારી ચોકડીથી નેસડા સુધી વીર શહિદ યાત્રા નીકળી હતી. આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
