News of Monday, 9th September 2024
બાંટવા પાસે ૧.૯૦ કરોડની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા
અમદાવાદના યાજ્ઞિક ધર્મેન્દ્રભાઇ જોશી, મોહિત ધર્મેન્દ્રભાઇ જોશી અને ધનરાજ ભાંડગેની ધરપકડઃ સોનાના દાગીના-રોકડ સહિતના મુદામાલ જપ્ત કરતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ આર્થિક જરૂરિયાત સંતોષવા અને રૂપિયા ઓળવી જવા આરોપીઓએ લૂંટનું નાટક કર્યુઃ ધનરાજે યાજ્ઞિક જોશીનો શર્ટ ફાડી નાંખ્યો-મોબાઇલ ખેતરમાં ફેંકી દીધોઃ ધનરાજ ભાડંગે કટર લાવ્યો'તો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. જુનાગઢ જીલ્લાનાં બાંટવા પાસે ૩ દિવસ પહેલા થયેલ સોનાના દાગીના અને રોકડની રૂા. ૧.૯૦ કરોડની લૂંટમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં ખુદ ફરીયાદી જ આરોપી નીકળતા ચકચાર જાગી છે. એસ. પી. હર્ષદ મહેતાના માર્ગદર્શન મુજબ ટીમે આ લૂંટનો ભેદ ઉકેલ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ લૂંટમાં યાજ્ઞિક ધર્મેન્દ્રભાઇ જોષી (નહેરૂ) ઉ.૩૩ રહે. સિ. પ૦૧, દેવદર્શન, યોગેશ્વર કુટીર, બંગ્લોઝ ન્યુ રાણીપ, અમદાવાદ, મોહીત ધર્મેન્દ્રભાઇ અરવિંદભાઇ જોષી ઉ.૩૦) રહે. બ્લોક નં. ર૯, ન્યુ વિદ્યાવિહાર સોસાયટી, જોગસ પાર્કની બાજુમાં રાણીપ, અમદાવાદ, ધનરાજ મુરારશન ભાંડગે ઉ.પ૧ ધંધો સેલ્સમેન રહે. પ૦ર, બી. શ્રીજી સ્કાય એપાર્ટમેન્ટ લાંભા નરોલ રોડ, અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે.
ફરીયાદી યાજ્ઞિક ધર્મેન્દ્રભાઈ જોષી (નહેરુ) ઉ.વ.૩૩ ઘંઘો, સોના-ચાંદીના વેપારી (કલા ગોલ્ડ કંપની કોરી) રહે. ન્યુ રાણીપ, અમદાવાદ વાળા તથા તેની સાથેના અન્ય કર્મચારી પોતાની કારમાં અમદાવાદથી સોના-ચાંદીના દાગીનાના વેપાર અર્થે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ હોય અને ગત તા. ૦૫/૦૯/૨૦૨૪ ના રોજ કુતીયાણા ખાતે સોના-ચાંદીના દાગીના વેપાર અર્થે વેપારીઓને મળવા માટે ગયેલ હોય અને કુતિયાણાથી પરત ફરતી વખતે સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામા બાંટવાથી ૦ કી.મી. દુર બાંટવા-પાજોદ રોડ પર કારમાં પંચર પડતા ગાડી રોકતા પાછળથી ત્રણ ઇસમો બાઇક લઇને આવી બે ઇસમોએ કરીયાદીને છરી બતાવી તથા સાહેદને વાસાના ભાગે છરીનો ઘા મારી ઇજા કરી ફરીયાદીની કારમાં રહેલ બેગ જેમાં સોનાના ઘરેણા ગ્રોસ વજન આશરે ૨.૫ કિ.ગ્રા. છે. જેમાં ૨૨ કેરેટનુ સોનુ વજન આશરે ૧૪૦૦ ગ્રામ આશરે કિ રૂ.૯૪,૦૦,૦૦૦/- તથા અઢાર સોનાના ' દાગીના આશરે વજન ૨૫૦ ગ્રામ જેની કિંમત આશરે કિ. રૂ.૧૪,૦૦,૦૦૦/ - તથા સોનાની રણી જેનુ વજન ૪૭ ગ્રામ જેની આશરે કિંમત રૂ.૨,૧૬,૦૦૦/- છે. તથા ચાંદીના ઘરેણા જેમાં પાયલ, વિટી તથા વેડ જેનો અંદાજીત વજન પાંચેક કિગ્રા જેમા ૫૦ ટચની પાંચ કીલોની ચોખી ચાંદી નો વજન ૩ કિલો આશરે કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા રોકડા રૂ. ૨,૬૬,૦૦૦/- આમ આશરે કુલ કિ.રૂ. ૧,૧૫,૮૨,૦૦૦/- ની લુંટ કરી ત્રણેય ઇસમો મો.સા. લઇ નાશી જઈ એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી. ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેનો બનાવ બનેલ. જે બનાવ બાબતે બાંટવા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૩૦૦૬૨૪ ૦૧૩૯/૨૦૨૪ બી.એન.એસ. ક.૩૦૯(૩), (૪), (૬), ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬, ૫૪, જી.પી.એ.૬.૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ રજી. થયેલ હતો.
જિલ્લામાં અગાઉ બનેલ બનાવમાં સંડોવાયેલ ઈસમો આશરે ૫૦ થી વધારે ઇસમોની રાજેશન યાદી તૈયાર કરી આ તમામ ઇસમોની ગતિવધી ચેક કરવામાં આવી. આ તમામ ટીમો સતત પ્રયત્નશીલ રહી ૨૧૧ લુંટમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા તથા હકિકત મેળવવા સતત પ્રયત્નશીલ હતા. આ દરમ્યાન આજુ-બાજુના ગામમાં રહેતા પરપ્રાંતીયોને ફરીયાદીએ જણાવેલ હકિકત મુજબ તપાસ કરતા કુલ-૨૦૦ જેટલા ચેક ક૨વામાં આવેલ. તપાસ દરમ્યાન પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પેરોલ ફર્લો રડવોડના પો.કોન્સ. દિપકભાઈ બડવા, દિવ્યેશકુમાર ડાભી તથા પો.સ્ટાફને સંયુકતમાં ટેકનીકલ સર્વેલન્સ આધારે હકિકત જાણવા મળેલ કે, બનાવ બનેલ તે દિવસે જૂનાગઢ જિલ્લામાં ફરીયાદીના સંપર્કમાં રહેલ અજાણ્યા વ્યક્તિની મુવમેન્ટ જાણવા મળેલ. જેથી આ અજાણ્યા વ્યકિતની ખાનગી રાહે તથા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા આ અજાણી વ્યકિત મોહિત જોષી નામની વ્યકિત હોય અને અમદાવાદ ખાતે રહેતો હોય. જેથી તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઈન્સ. શ્રી જે.જે.પટેલ તથા એ.એસ.આઇ. સામતભાઈ બારૈયા, વિક્રમભાઈ ચાવડા તથા પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, વનરાજસિંહ ચુડાસમા તથા પેરોલ ફર્લો સ્કવોડના સાહિલભાઈ સમા એ રીતેની ટીમ અમદાવાદ ખાતે રવાના થઇ શકદાર વ્યકિત મોહિત જોષીને હસ્તગત કરી મોહિત જોષીની પુછપરછ કરતા પ્રથમ ગલ્લા-તલ્લા કરતો હોય અને સાચી હકિકત જણાવતો ન હોય જેથી આગવી ઢબે અને કડકાઈથી પુછપરછ કરતા ભાંગી પડેલ અને સાચી હકિકત જણાવેલ કે ફરીયાદી યાજ્ઞિક જોષી કે જે પોતાનો રાગો ભાઈ હોય અને બન્ને ભાઈઓ સોના-ચાંદીના દાગીના વેપાર સાથે ચંકળાયેલ હોય તેમજ અવાર-નવાર યાજ્ઞિક જોષી તથા ધનરાજ કલા ગોલ્ડ કંપનીના સોના-ચાંદીના દાગીના વેચવા માટે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જતા હતા. જેથી આ ત્રણેય ઈરામોએ પોતાની આર્થિક જરૂરીયાત સંતોષવા કલા જવેલર્સના સોનાના દાગીના તેમજ રોકડ રૂપીયા ઓળવી જવા કાવતરૂ ઘડેલ. જે કાવતરાના ભાગરૂપે યાજ્ઞિક જોષી તથા મોઠિત જોષી અગાઉ દોઢેક મહિના પહેલા બનાવને અંજામ આપવા માટે મુદામાલની આપ-લે કરવા માટે માણાવદર નજીક જગ્યા નકિક કરેલ તે પ્રમાણે બનાવ બન્યાના દિવસે અગાઉ નક્કિ થયા મુજબ મોહિત જોથી પોતાનો રેગ્યુલર ફોન બંધ કરી બીજો ફોન સાથે પોતાની આઈ-ટેન નીયોઝ લઈને નક્કિ થયેલ જગ્યાએ આવીને ઉભો રહેલ અને સોનાના દાગીના તથા રોકડ રૂપીયા થાક્ષિક જોષીએ બેગમાંથી દાગીના બોકસમાંથી કાઢી પોટલુ બનાવી રોલો ટેપ વડે પેક કરી મોહિત જોષીને આપી દિધેલ અને પોતાની પારો સોના-ચાંદીના દાગીનાના ખાલી બોકસ તથા બેગ રાખી લીધેલ. અને આ બનાવને અંજામ આપવા મોહિત જોષીએ બોટાદ, બગરારા, કેશોદ, માણાવદર બનાવ સાચો લાગે તે પ્રસ્થાપીત કરવા કુતીયાણા ખાતે ભાવેશ જ્વેલર્સ નામની દુકાને જઈ પોતાની પાસે દિવેલ. ત્યારબાદ કુતીયાણાથી પરત થતા હતા તે દરમ્યાન થોડા થોડા અંતરે દાગીનાના ખાલી બોકસ તથા કટર પણ ચાલુ ગાડીએ ફેંકી દિધેલ તેમજ ખાલી બેગ થોડા આગળ આવિતા નાળુ આવતા વહેતા નાળામા બેગમાં પત્થર ભરી ફેંકી દિધેલ. બાદ બાંટવા નજીક બનાવ વાળી જગ્યાએ ઉભા રહી બાંટવા- પાજોદ રોડ પર ગાડી ઉભી રાખી પોતાની રીતે ગાડીના ટાયરમાંથી હવા કાઢી તેમજ સાહેદ ધનરાજ ભાડંગેના પીઠના પાછળના ભાગે કટર વડે ઇજા પહોંચાડી અને ધનરાજએ યાજ્ઞિક જોષીનો શર્ટ ફાડી નાંખેલ. અને ખાલી બેગ તથા મોબાઈલ ફોન તોડી નાંખી ખેતરોના રસ્તે ફેંકી દિધેલ. ત્યારબાદ ખોટી રીતે બુમા બુમ કરી પોતાને ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા લુંટી લેવામાં આવેલ છે તેવુ દર્શાવેલ. બાદ રાહદારીઓ દ્વારા પોલીસનો સંપર્ક કરાવડાવી અને પોલીસ સ્થળ પર પહોંચતા પોલીસને સંપૂર્ણ ખોટી હકિકત જણાવી પોલીસને ખોટા માર્ગે દોરી ખોટી ફરીયાદ દાખલ કરાવેલ. તપાસ દરમ્યાન કાઈમ બ્રાન્ચ જૂનાગઢની ટેકનીકલ ટીમ દ્વારા બનાવ બન્યાના દિવસે સવારે ધનરાજ ભાડગે દ્વારા એક સ્ટેશનરીથી દુકાનેથી ગુન્હામાં ઉપયોગ કરેલ કટર ખરીદ કરેલ. જે હકિકત પણ શોધી કાઢવામાં આવેલ.
આવવા-જવા અંતરીયાળ રૂટ પસંદ કરેલા અને બાદ ફરીયાદી ચાફિક જોષી તથા ધનરાજ ભાડગેએ રહેલ ખાલી બેગ ભાવેશ જવેલર્સના કમેરામાં આવે તે રીતે ફકત દુકાને પાસે લાવી પરત ગાડીમાં મુકી આમ, આરોપીઓ દ્વારા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા ઓળવી જવા રચેલ કાવત૨ાનો ઇન્ટેલીજન્સ આધારે પદાફાર્શ ક૨ી ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રીકવ૨ ક૨ી તમામ આરોપીઓને અટક ક૨ી લુંટનો અતિચકચારી અનડીટેકટ બનાવને ડીટેકટ ક૨વામાં આવેલ. તમામ આરોપીઓને અટક કરી રીમાન્ડ મેળવવાની તજવીજ ક૨વામાં આવના૨ છે.
લુંટમાં સંડોવાયેલા શખ્સોની માહિતી મેળવવા પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી'તી
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૯ : ઉપ૨ોકત બનાવની ગંભી૨તા સમજી જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક, નિલેશ જજાડીયા ની સુચના કરી સદરહું ગુન્હો તાત્કાલીક ડીટેકટ ક૨ી લુંટમાં સંડોવાયેલ તમામ આરોપીઓ તથા મુદામાલ રીકવર ક૨વા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ જે આધારે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા તાત્કાલીક બનાવ સ્થળ પર પહોંચી જઇ જિલ્લામાં એન્ટ્રી- એકઝીટ પોઇન્ટસ પરા નાકાબંધી ક૨વામાં આવેલ તેમજ સઘન ચેકીંગ ગોઠવવામાં આવેલ. તેમજ ફરીયાદીની ફરીયાદ આધારે લુંટની ગંભીરતા ધ્યાને લઇ અલગ-અલગ ટીમો બનાવી લુંટમાં સંડોવાયેલ આરોપીઓને તથા લુંટમાં ગયેલ તમામ મુદામાલ રીકવર ક૨વા સુચના કરવામાં આવેલ. જે અન્વયે જૂનાગઢ ડીવીઝનના ના.પો.અધિ હિતેષ ધાધલ્યા તથા કેશોદ ડીવીઝનના ના.પો.અધિ. બી.સી.ઠક્ક૨ તથા માંગરોળ ડીવીઝનના ના.પો.અધિ. ડી.વી. કોડીયાતર તથા પ્રો. ના.પો.અધિ. નીકીતા સીરોયા તથા ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.વા.સ.ઇ. ડી.એમ. જલુ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. પી.કે.ચાવડા તથા એસ.ઓ.જી. પો.સ્ટાફ તથા બાંટવા પો.સ્ટે.ના પો.સ.ઈ. આર.એમ.વાળા તથા બાંટવા પો.સ્ટાફ તથા જિલ્લાના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પો. સ્ટાફ એ રીતેના અલગ- અલગ પો.સ્ટાફના માણસોને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી જેમાં ફિલ્ડ વર્ક ટીમ, ટેકનીકલ ટીમ એ રીતે અલગ-અલગ ટીમો બનાવી ઉપરોકત લુંટના બનેલ અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરવા અને લુંટમાં ગયેલ મુદામાલ રીકવર ક૨વા માટે ખાનગી બાતમીદારો મારફતે પ્રયત્નો હાથ ધરેલ હોય અને ખાનગી બાતમીદારો દ્વારા આ બનાવ સંબધી હકિકત મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતી.
આ કામગી૨ીમાં ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઈ. ડી.એમ. જલુ તથા એ.એસ.આઈ. સામતભાઈ બારીયા, વિજયભાઈ બડવા, વિક્રમભાઈ ચાવડા, નિકુલ પટેલ, પુંજાભાઇ ભારાઈ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, દેવશીભાઇ નંદાણીયા તથા પો.કોન્સ. મયુ૨ કોડીયાતર, ભરત સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ડેર, જયદિપભાઇ કનેરીયા, સાહીલ સમા તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા દિવ્યેશકુમા૨ ડાભી તથા જગદિશભાઇ ભાટુ, વરજાંગભાઈ બોરીચા, વનરાજભાઈ ચાવડા, જયેશભાઈ બાંભણીયા તથા બાંટવા પો.સટાફ તથા એસ.ઓ.જી. પો.સ્ટાફ વિ. પો.સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ.
કાર સહિત સોનાના દાગીના જપ્ત
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. આ લૂંટમાં જપ્ત કરેલ મુદામાલ નીચે મુજબ છે.
સોનાના દાગીનાનું વર્ણન, ૧ જેન્ટસ રીંગ (સીઝેડ), ર. જેન્ટસ રીંગ (સોલીટેડ), ૩ લેડીઝ રીંગ (સીઝેડ), ૪. લેડીઝ રીંગ (સોલીટેડ), પ લેડીઝ રીંગ પ્લેન, ૬. જેન્ટસ રીંગ મીના વાળી, ૭. જેન્ટસ રીંગ પ્લે, ૮. બુટી જોડી, ૯. ચેન (પાઇપ અને બોલ વાળો), ૧૦. મંગળસુત્ર, ૧૧. સુપડા વિંટી, ૧ર. લેડીઝ લકકી, ૧૩. નજરાના પતરાની વીંટી, ૧૪. કડલી બેંગલ, ૧પ. ચેન પેન્ડલ, ૧૬. કાંટી (ચુની), ૧૭. સાનીયા બાલી, ૧૮. ફેન્સી બાલી (જોડી), ૧૯. નાની-મોટી રણી, રોકડા રૂપિયા.
લુંટમાં સંડોવાયેલા શખ્સોની માહિતી મેળવવા પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી'તી
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૯ : ઉપ૨ોકત બનાવની ગંભી૨તા સમજી જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક, નિલેશ જજાડીયા ની સુચના કરી સદરહું ગુન્હો તાત્કાલીક ડીટેકટ ક૨ી લુંટમાં સંડોવાયેલ તમામ આરોપીઓ તથા મુદામાલ રીકવર ક૨વા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ જે આધારે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા તાત્કાલીક બનાવ સ્થળ પર પહોંચી જઇ જિલ્લામાં એન્ટ્રી- એકઝીટ પોઇન્ટસ પરા નાકાબંધી ક૨વામાં આવેલ તેમજ સઘન ચેકીંગ ગોઠવવામાં આવેલ. તેમજ ફરીયાદીની ફરીયાદ આધારે લુંટની ગંભીરતા ધ્યાને લઇ અલગ-અલગ ટીમો બનાવી લુંટમાં સંડોવાયેલ આરોપીઓને તથા લુંટમાં ગયેલ તમામ મુદામાલ રીકવર ક૨વા સુચના કરવામાં આવેલ. જે અન્વયે જૂનાગઢ ડીવીઝનના ના.પો.અધિ હિતેષ ધાધલ્યા તથા કેશોદ ડીવીઝનના ના.પો.અધિ. બી.સી.ઠક્ક૨ તથા માંગરોળ ડીવીઝનના ના.પો.અધિ. ડી.વી. કોડીયાતર તથા પ્રો. ના.પો.અધિ. નીકીતા સીરોયા તથા ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.વા.સ.ઇ. ડી.એમ. જલુ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. પી.કે.ચાવડા તથા એસ.ઓ.જી. પો.સ્ટાફ તથા બાંટવા પો.સ્ટે.ના પો.સ.ઈ. આર.એમ.વાળા તથા બાંટવા પો.સ્ટાફ તથા જિલ્લાના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પો. સ્ટાફ એ રીતેના અલગ- અલગ પો.સ્ટાફના માણસોને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી જેમાં ફિલ્ડ વર્ક ટીમ, ટેકનીકલ ટીમ એ રીતે અલગ-અલગ ટીમો બનાવી ઉપરોકત લુંટના બનેલ અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરવા અને લુંટમાં ગયેલ મુદામાલ રીકવર ક૨વા માટે ખાનગી બાતમીદારો મારફતે પ્રયત્નો હાથ ધરેલ હોય અને ખાનગી બાતમીદારો દ્વારા આ બનાવ સંબધી હકિકત મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતી.
આ કામગી૨ીમાં ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઈ. ડી.એમ.જલુ તથા એ.એસ.આઈ. સામતભાઈ બારીયા, વિજયભાઈ બડવા, વિક્રમભાઈ ચાવડા, નિકુલ પટેલ, પુંજાભાઇ ભારાઈ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, દેવશીભાઇ નંદાણીયા તથા પો.કોન્સ. મયુ૨ કોડીયાતર, ભરત સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ડેર, જયદિપભાઇ કનેરીયા, સાહીલ સમા તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા દિવ્યેશકુમા૨ ડાભી તથા જગદિશભાઇ ભાટુ, વરજાંગભાઈ બોરીચા, વનરાજભાઈ ચાવડા, જયેશભાઈ બાંભણીયા તથા બાંટવા પો.સટાફ તથા એસ.ઓ.જી. પો.સ્ટાફ વિ. પો.સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
