<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

બંગાળની ખાડીમાં ઉદ્‌ભવેલી લો પ્રેસર સિસ્‍ટમ સમુદ્રમાં જ ડીપ્રેશનમાંથી ડીપ ડીપ્રેશન થઇ વધુ મજબૂત બની

બંગાળની ખાડીની આ ત્રીજી ડીપ્રેશન સિસ્‍ટમ ઓડીસા-આંધ્રથી માંડી નવ રાજયોમાં અતિવૃષ્‍ટિનું તાંડવ રચાશેઃ આપણા રાજયના ઉત્તર-પૂર્વ અને ગુજરાત રીઝનનો દક્ષિણ વિસ્‍તારમાં આ સિસ્‍ટમ વરસશેઃ સૌરાષ્‍ટ્ર સુધી તેનો વ્‍યાપ વધી શકે છેઃ ‘યાત્રી' વાવાઝોડાની અસરે બંગાળની ખાડીની સિસ્‍ટમ વધુ ઉર્જા મેળવી તાકતવાર બની છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૯ :.. બંગાળની ખાડીમાં થોડા દિવસ પહેલા ઉદ્‌ભવેલી લો પ્રેસર સિસ્‍ટમને મોટાભાગના વેધર એનાલીસીસ્‍ટો નબળી હોવાનું તારણ કાઢતા હતા જો કે, ફિલીપીડસ-ચીન-વિએતનામ વગેરે દેશોને ધમરોળી ‘યાત્રી' વાવાઝોડું નબળુ પડી પヘમિ તરફ ગતિ કરતું હોઇ, ‘સ્‍કાયમેટ' મુજબ તેના અવશેષો બંગાળની ખાડીમાં નિヘતિપણે પહોંચનાર છે. બંગાળની ખાડી વાળી ડીપ ડીપ્રેશન સિસ્‍ટમને વાવાઝોડા ‘યાત્રી' થી પણ ઉર્જા મળી રહી હોઇ, આ સિસ્‍ટમ સમુદ્રમાં જ ડીપ ડીપ્રેશન બનીને ઓડીસા-આંધ્રના તટીય વિસ્‍તારોમાં પ્રવેશતા પહેલા જ અતિવૃષ્‍ટિનું તાંડવ રચી રહી છે.

મધ્‍ય પ્રદેશ સુધી આ તાંડવ આગામી દિવસો સુધી યથાવત રહેવાનું આઇએમડી ફોરકાસ્‍ટ મેપમાં જોવા મળી છે ત્‍યાંથી ધીમી ગતિએ આગળ ધપી આ સિસ્‍ટમ યુપી સહિત દેશના નવા રાજયોને પ્રભાવિત કરશે. આપણા રાજયનો ઉત્તર-મધ્‍ય સહિત ગુજરાત રીઝનનો ભાગ પણ આ સિસ્‍ટમના પ્રભાવ હેઠળ દર્શાવાઇ રહ્યો છે. સૌરાષ્‍ટ્રને જો કે આ સિસ્‍ટમ એટલી પ્રભાવિત નહીં કરે તેવું આઇએમડી મેપ્‍સમાં દર્શાવાઇ રહયું છે. પણ અંદર પ્રવેશલી સિસ્‍ટમ બળુકી બની હોઇ, દેશના મધ્‍યભાગે પહોંચતી વેળા પણ ડીપ્રેશન કેટેગરીમાં જે ધુમરાતી દર્શાવાઇ રહેલી હોઇ આ સિસ્‍ટમ આવનારા દિવસોમાં સૌરાષ્‍ટ્રને ન ધમરોળે તેવું બની શકે નહીં.

અત્રે નોંધનીય છે કે બંગાળની ખાડીમાંથી વધુ એક લો પ્રેસર ફરી ઉદ્‌્‌ભવે તેવું જોવા મળી રહ્યું છે. વર્તમાન વરસાદી વાતાવરણનો સાર એ નીકળે છે કે આ વેળા ચોમાસુ મોડે સુધી ચાલશે તે હવે નિヘતિ થયું છે.

(11:47 AM IST)