News of Monday, 9th September 2024
તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિરના પર બાવન ગજની ધ્વજા ચડાવાઈઃ પાળિયાદ
વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ સંતો દ્વારા શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. તરણેતર ખાતે સંતો-મહંતો દ્વારા સૌ ઙ્કથમ ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તરણેતરની પરંપરા મુજબ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં આંટાળી પાઘડી, રંગબેરંગી કેડિયું, ચોરણીમાં સજ્જ પુરુષો જ્યારે પરંપરાગત પરિધાનમાં સજ્જ મહિલાઓ રાસ રમતા-રમતા શોભાયાત્રામાં જોડાઈ હતી. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીશ્રી મયુરગીરીએ પૂજાવિધિ કરાવી હતી. ત્યારબાદ મહાદેવ ત્રિનેત્રેશ્વરના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળા બા, ચાંપરડાના મુક્તાનંદ બાપુ, હરિયાણા ચંદીગઢથી પધારેલા સંપૂર્ણાનંદજી મહારાજ, લખનૌના વિચિત્રાનંદજી મહારાજ, પાળીયાદના ભયલુ બાપુ, સોનગઢના કિશોર બાપુ, અગ્રણી રામકુભાઈ ખાચર વગેરે જોડાયા હતા. (તસ્વીરઃ અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
