<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

તરણેતર જેવા લોકમેળાના વારસાના જતન માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ

ઋષી પંચમીના પવિત્ર દિવસે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ તરણેતરના મેળાની મુલાકાત લીધીઃ પશુપાલકો માટે રાજય સરકારનો મહત્‍વનો નિર્ણયઃ રાજયની સંસ્‍થાઓ ખાતે સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી રૂા.૩૦૦ થી ઘટાડીને રૂા.પ૦ કરાઇ : અત્‍યાર સુધીમાં ૮૧,ર૦૦ પશુ આરોગ્‍ય મેળા યોજી ૩ કરોડ ર૬ લાખથી વધારે પશુઓની સારવાર કરાઇઃ રાઘવજીભાઇ પટેલ : અંબાજીના ભાદરવી પુનમના મેળાને પ્‍લાસ્‍ટીક મુકત બનાવવા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અભિયાનઃ મુળુભાઇ બેરા : તરણેતરનો મેળો એ વિશિષ્‍ટ મેળો છે, જેને જોવા વિદેશીઓ પણ આવે છેઃ નાયબ મુખ્‍ય દંડક જગદીશભાઇ મકવાણાઃ મંત્રીઓએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારીની પ્રાર્થના કરીઃ પશુ પ્રદર્શન હરીફાઇના વિજેતાઓને મંત્રીશ્રીના હસ્‍તે ઇનામ વિતરણ કરાયું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૯: સુરેન્‍દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા સોડમ પુરાતન પાંચાળની થીમ સાથે તરણેતર લોકમેળા ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્‍યું છે. ઋષિ પંચમીના પવિત્ર દિવસે કળષિ અને પશુપાલન મંત્રી  રાઘવજીભાઈ પટેલ તથા પ્રવાસન અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તરણેતરના મેળામાં પધાર્યા હતા અને સ્‍થાનિકોનો ઉત્‍સાહ વધાર્યો હતો.  તરણેતર પધાર્યા બાદ મંત્રીશ્રીઓએ સૌ પ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને શિવ પૂજન કર્યું હતું તથા રાજ્‍યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્‍યારબાદ મહાનુભાવો તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજિત સાંસ્‍કળતિક કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે બંને મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્‍તે પશુ પ્રદર્શનની સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ એનાયત કરાયા હતા.

આ તકે કળષિ અને પશુપાલન મંત્રી  રાઘવજીભાઈ પટેલે રાજ્‍ય સરકાર દ્વારા લેવાયેલા મહત્‍વના નિર્ણય અંગે કહ્યું હતું કે, રાજ્‍ય સરકારની સંસ્‍થાઓ ખાતે પશુઓમાં સેક્‍સડ સીમેન ડોઝથી કળત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂ.૩૦૦થી ઘટાડીને રૂ.૫૦ કરવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્‍યો છે. ઉપરાંત પાટણ ખાતે અત્‍યાધુનિક વીર્ય ઉત્‍પાદન સ્‍ટેશન (સીમેન સ્‍ટેશન)ની સ્‍થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં પશુપાલકોને સ્‍વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્‍યવસાયને વેગ આપવા માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળની રાજ્‍ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેનો સર્વે પશુપાલકોને લાભ લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

આ તકે રાજ્‍યના પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ તેમજ વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલે આ મેળાની સફળતા માટે તેમજ અહીંના લોકોને શુભકામનાઓ પાઠવી છે.

તેમણે કહ્યું હતું કે, તરણેતરનો મેળો એ આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ છે. પાંચાળની પ્રાદેશિક વિશેષતાઓનો ઉલ્લેખ કરતા તેમને કહ્યું હતું કે, મેળા - ઉત્‍સવો એ ભારતીય સંસ્‍કળતિ છે. દેશ, રાજ્‍ય અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં લોકમેળાની આગવી પરંપરા છે, જેને વર્ષોથી દરેક વિસ્‍તારમાં સ્‍થાનિક લોકોએ જાળવી રાખી છે.  આપણી સંસ્‍કળતિ અને વિરાસતના વિકાસની સાથે તેને પ્રોત્‍સાહન આપીને તેમાં પ્રાણ પૂરવાનું કામ તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ  કર્યું છે. આપણા રાજ્‍યમાં દર વર્ષે યોજાતા આ લોકમેળા બદલાતા સમયની સાથે વધુ લોકભોગ્‍ય અને સફળ કઈ રીતે બને તેના માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સતત પ્રયત્‍નશીલ છે. વર્તમાન સમયમાં યુવક, સેવા અને સાંસ્‍કળતિક વિભાગ તેમજ રમત ગમત વિભાગ દ્વારા મેળાઓમાં વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવે છે, તો તરણેતરના મેળામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ પ્રદર્શન પણ યોજાય છે.

વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક  જગદીશભાઈ મકવાણાએ પ્રવચનમાં કહ્યું હતું કે, પાંચાળની આ પવિત્ર ભોમકામાં આજે અહીં ચોમેર માણહ દેખાય છે. આ એવો વિશિષ્ટ મેળો છે, જેમાં અનેક લોકો ભરત ભરેલી છત્રી અને પરંપરાગત વેશભૂષામાં લોકો મેળો માણવા ઉમટે છે અને આ મેળાને જોવા વિદેશીઓ પણ ઊમટતા હોય છે.  આ તકે સુરેન્‍દ્રનગરના સાંસદ  ચંદુભાઈ શિહોરા, ધારાસભ્‍ય  શામજીભાઈ ચૌહાણે પણ પ્રાસંગીક વક્‍તવ્‍ય આપ્‍યું હતું.

કાર્યક્રમ સ્‍થળે પધાર્યા બાદ મંત્રીશ્રીઓનું ઝાલાવાડી આંટાળી પાઘડી તેમજ પારંપરિક ભરતકામ કરેલી ઝાલાવાડી કોટી પહેરાવીને સ્‍વાગત કરાયું હતું. આ તકે પાંચાળ રાસ મંડળના યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવ્‍યો હતો.  જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ સ્‍વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. જ્‍યારે કાર્યક્રમના અંતે તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અશોકસિંહ રાણાએ આભાર વિધિ કરી હતી.  આ કાર્યક્રમમાં ધારાસભ્‍યો  કિરીટસિંહ રાણા,  પ્રકાશભાઈ વરમોરા,  પી.કે. પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકળષ્‍ણ પટેલ, લખતર સ્‍ટેટ યશપાલસિંહ દિવ્‍યરાજસિંહ ઝાલા, રાજસ્‍થાનના મહેન્‍દ્રસિંહ બાવાજી, સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર  કેયુર સંપટ,   પશુપાલન વિભાગ - ગાંધીનગરના નિયામક ફાલ્‍ગુની ઠાકર, જિલ્લા પોલીસ અધિક્ષક   ગિરીશ પંડ્‍યા, પૂર્વ સાંસદ  શંકરભાઈ વેગડ, અગ્રણી  હિતેન્‍દ્રસિંહ ચૌહાણ, ચોટીલા આસિસ્‍ટન્‍ટ કલેકટર શ્રી કલ્‍પેશ શર્મા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

પશુ પ્રદર્શનના વિજેતાઓને અપાયા ઈનામઃ ચરાડવાનો ગીર સાંઢ ચેમ્‍પિયન ઓફ ધી શો

વઢવાણ, તા., ૯: તરણેતરના મેળામાં આયોજિત પશુ પ્રદર્શનના વિજેતા સ્‍પર્ધકોને આજે ઈનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના પશુપાલક સાનિયા નિલેશભાઈ માતમભાઈની માલિકીનો ગીર સાંઢ ચેમ્‍પિયન ઓફ ધ શો જાહેર થયો હતો. પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. ગીર ગાય તથા કાંકરેજ ગાયની શ્રેણીમાં રાજકોટના કસ્‍તુરબા ધામ ખાતેના સ્‍વામિનારાયણ ગુરુકુળની ગીર ગાય પ્રથમ ક્રમે રહી હતી. જ્‍યારે ભુજના ઢોરી ગામના ગાગલ લક્ષ્મણભાઈ ગીપલભાઈની કાંકરેજ ગાય પ્રથમ ક્રમે રહી હતી.

જાફરાબાદી તથા બન્ની ભેંસની શ્રેણીમાં રાણપુરના દેવળીયા ગામના સંજયભાઈ કરશનભાઈ માલકિયાની માલિકીની જાફરાબાદી ભેંસ પ્રથમ ક્રમે રહી હતી. ભુજના ઢોરી ગામના ગાગલ મહેશભાઈ વાલજીભાઈની માલિકીની બન્ની ભેંસ પ્રથમ રહી હતી. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા ૫૦ હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્‍યું હતું.

(2:42 PM IST)