News of Monday, 9th September 2024
પોરબંદરમાં ટ્રાફીકમાં અડચણરૂપ રેંકડી ધારકો દુકાનદારો સામે કડક કાર્યવાહી

પોરબંદરઃ ટ્રાફિક પોલીસ તથા કિર્તિ મંદિર પોલીસ સ્ટાફ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણરૂપ થતા રેકડી ધારકો, પથાણાવાળા અને દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સાહિત્યા વિ. સાહેબ શહેર વિભાગ માર્ગદર્શન મુજબ કે એમ.જી.રોડ રાણીબાગ, સુદામા ચોક, ડ્રિમલેન્ડ રોડ, બંગડી બજાર, લીબર્ટી રોડ, કેદારેશ્વર રોડ, શિતલા ચોકથી ભાવનાડેરી, હનુમાન ગુફા, લીમડા ચોક શાકમાર્કેટ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરતા રેકડી ધારકો, પથાણાવાળા અને વેપારીઓ દ્વારા દુકાનની બહાર લોખંડની જાળીઓ, જાહેરાતના બોર્ડ લાકડાના ટેબલો નાખી દુકાન સામે માલનું વેચાણ કરતા હોય છે જેથી ખરીદી કરવા આવતા જતા લોકોને મુશ્કેલીઓ પડી રહેતી હોય ત્યારે આ ગેરકાયદેસર રોડ ઉપર કરેલ દબાણને હટાવવા દુકાનદારોને પોતાની દુકાન સામે રાખેલ લોખંડની જાળીઓ, જાહેરાતના બોર્ડ લાકડાના ટેબલો તથા દુકાનની બહાર રાખેલ પડદાઓ તથા વધારાનો સામાન વિગેરે રોડ ઉપર અડચણરૂપ થાય તે રીતે રાખેલ હોય તેને દુર કરાવવામાં આવેલ અને રેકડી ધારકો તેમજ પથાણા વાળોઓને દુર કરવાની કામગીરી જીલ્લા ટ્રાફિક પોલીસ તથા કિર્તિ મંદિર પો.સ્ટે.ના અધિકારીશ્રી અને જરૂરી સ્ટાફ સહિત સયુંકત ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરીમાં કિર્તિ મંદિર પો.સ્ટે.માં ભારતીય દંડ સંહિતા-ની કલમ ૨૮૫ મુજબના કુલ-૧૬ કેસો કરવામાં આવેલ તેમજ ટ્રાફિકને અડચણરૂપ રાખેલ વાહનચાલકો વિરૂધ્ધ સમાધાન શુલ્ક પેટે રોકડ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે.જે. ચૌધરી, પો.સબ ઇન્સ. જી.એમ.સોલંકી, જે.એચ. હુબલ, કે.અને ગોરસીયા તથા પોલીસ સ્ટાફ તેમજ જિલ્લા ટ્રાફિક પો.સબ ઇન્સ. કે. અને અઘેરા તથા એ.એસ.આઇ. બી.એચ. બાપોદરા તથા ટ્રાફિક પોલીસ સ્ટાફના અને ટ્રાફિક બ્રિગેડ જોડાયેલ હતા. રસ્તામાં ગેરકાયદે દબાણ હટાવ કામગીરીની તસવીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
