<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

વૃંદાવનમાં કનૈયાએ નિયમ મુજબ હાથમાં શસ્‍ત્ર ઉપાડયા નહીઃ તમામ અસુરોને શસ્‍ત્ર વિના માર્યા

કનૈયા ખૂલ્લા પગે ઘુમ્‍યા એ વ્રજભૂમિની રેતીમાં આળોટવાનો વૈષ્‍ણવજનોમાં મહિમાઃ ભાગવત એ ભગવાન શ્રીકૃષ્‍ણનું વાગ્‍યમ સ્‍વરૂપ : શ્રવણ ચિંતન અને પઠનથી ભગવાનની પુજા

શ્રીમદ ભાગવત શ્રીનાથનું સ્‍વરૂપ છે. તેમાં શ્રીકૃષ્‍ણનો પ્રકિતપ્રેમ ૧ થી ૧ર એક  થી બાર સ્‍કંધ જીવનથી વૈરાગ્‍ય અને મૃત્‍યુ સુધીનું રસપાન કરી શકાય. આ રસપાન શરૂ કરતા શ્રીમદ ભાગવત રસપાન કરતી વખતે આપણી જાતને પરીક્ષીત રાજા જેવી કરવી અને રસપાન કરાવનાર બ્રહ્મદેવ-અથવા અન્‍યને દેવીઅંશ શુકદેવજી સમજી તેઓના શ્રીમુખે જે બોલાય કહેવાય અને વાણી સમજાવે તેમાં સંદેહ ન રાખવો.

પરીક્ષીત રાજા જાણતા હતા તેમને શ્રાપ મળેલ છે. મૃત  તક્ષક નાગ કરડશે તે પહેલા જ નિઃસ્‍પૃહી થઇ ગયા. તેમના શરીરને મૃત તક્ષક નાગ સજીવન કરડયો તે પહેલા તેઓ ગોલોક પહોંચી ગયેલ. દેવી અંશ શ્રી શુકદેવજીમાં પુર્ણ શ્રધ્‍ધા રાખી વાણી સહマદય સાંભળી સંદેહ કર્યો નહી. જેથી ગૌલોક માંથી ગતિ પ્રાપ્ત કરી. હાલ તો શુકદેવજી ધંધાર્થી બન્‍યા છે. સંસ્‍કૃત ધંધામય બનાવી છે.

શ્રી મદ્‌ ભાગવત કથા રસ પાનનો લય થવાની શરૂઆત વ્‍યાસ પીઠ પરથી થઇ રહી છે. આ કથા વાંચન શાષાીના નિર્ષધ ગણાય  કારણ કે સંધ્‍યા પછી ઠાકરજી આને આધ્‍યા દેવ શયન બિરાજમાન થઇ ગયા હોય. ત્‍યારે મહત્‍વના જનમ જેવા પ્રસંગો માટે નિષેધ શ્રીનાથજી જાગૃત ન હોય તેમની બાલ્‍ય અવસ્‍થા છે. તે સમજવું જોઇએ ધર્મપાન સંસ્‍કૃતિનો લોભ થતો બચાવવો જરૂરી છે. શ્રોતઓએ પણ સમજવું જરૂરી છે. શ્રી હરિનામ ચોકસ લેવું નિષેધ નથી. એક જન્‍માષ્‍ટમી જન્‍મોત્‍સવ મધ્‍યરાત્રીનો ઉજવાય છે. આટલુ જાણવું અને તકે બધ્‍ધ વિચારવું જરૂરી છે. ધંધાદારી શુક્રવેદજી પર રહેવાની  જરૂર છે. તેમના પણ સાચુ જ્ઞાન સ્‍મૃતિમાં ભળતું થાય શ્રોતાઓને છે તરવાનું બંધ કરવું જરૂરી છે. સંસ્‍કૃતિનો લોભ કરતા અટકો.      ભાગવત અ.ે ભગવાનનું સ્‍વરૂપ છે. ભગવાને પોતાને મુખે કહયું છે. એટલે તેને ભાગવત કહે છે. ભાગવતએ ભગવાન શ્રીકૃષ્‍ણનું વાગ્‍યમ સ્‍વરૂપ છે. ભાગવત ગ્રંથની પુજા એટલે ભગવાનના વાગ્‍યમ સ્‍વરૂપની પુજા, ભાગવતના શ્રવણથી ચિંતનથી, પઠનથી તેના મનનથી તે ભગવાનની પુજા છે. કેળવ ગંદુ પુષ્‍પથી દવાથી નહી (ભાગવત મહાત્‍મય-૬-૮ર)

ભાગવત  શ્રી નાથજીનું સ્‍વરૂપ છે. આચાર્ય ચરણ શ્રી શ્રી વલ્લભ આચાર્યજી મહાપ્રભુજી મુજબ ભાગવતના ૧ર બાર અંગો છે. તે જ ભાગવતનાં ૧ર સ્‍કંધો છે.

પ્રથમ સ્‍કંધમાં અધ્‍યાય ૧૯ અધિકાર લીલા શ્રીનાથજીનું દક્ષિણ. દ્વિતીય સ્‍કંધમાં અ.૧૦ સાધન લીલા શ્રી નાથજીનું વામચરણ, ચરણ.

તૃતીય સ્‍કંધમાં અ.૩૩ રસલીલા શ્રીનાથજીનો દક્ષિણ કરકમલ. ચતુર્થ સ્‍કંધમાં અ.૩૧ વિસર્ગ લીલા શ્રી નાથજીનો વામ કરકમલ. ભગવાનના ચરણતો સીધો સ્‍પર્શ ત્‍યાંની ભુમીને છે. બ્રહ્મની રજ છે. ત્‍યાં બ્રહ્મરજ આ બ્રહ્મરંજ ચાર અક્ષરનો શબ્‍દ થયો અને તેમાંથી વચ્‍ચેના બે અક્ષરનો લોપ થયો એટલે વ્રજ એ ભુમીનું નામ થયું બ્રીજ દર્શાવેલ છે.

શ્રીનાથજી ભગવાનનું સ્‍વરૂપ, અને શ્રી મદ્‌ભાગવત મહાપુરાણ એક જ છે. બે માંથી કોઇ એકનું શરણ લેવાથી બીજાનું શરણ આપો આપ અનાયસે પ્રાપ્‍ત થાય છે. 

શ્રીમદ્‌ ભાગવત એ કોઇ સાધારણ ગ્રંથ નથી ભગવાનનું સાક્ષત વાકમય સ્‍વરૂપ જ છે. શ્રી મદ્‌ ભાગવત ભકિત તેમજ મુકિત દાયક છે. ભાગવતની કથામાં ભાગવત રૂપમાં ત્રણેય રીતે ઉપદેશ આપે છે.

વૃંદાવનમાં કનૈયાના પાંચ નિયમો

(૧) અગીયાર વરસનો ન ગાઉ ત્‍યાં સુધિ વ્રજભૂમીને છોડીને કયાંય બહાર ન જવું ભગવાન જયારે મથુરા ગયા ત્‍યારે તે અગિયાર વર્ષ અને બાવન દિવસના હતા. (૨) સિવડાવેલા વસ્‍ત્રો ન પહેરવા પીતાંબર પહેરે અને ખંભા ઉપર એક ઉતરીય વસ્‍ત્ર હોય. (૩) માથાના વાળ કાપવા નહીં કનૈયા ને મોટા ઝુંલ્‍ફા થયા છે. (૪) હાથમાં હથિયાર લેવું નહી ગોકુળ લીલામાં ભગવાને જેટલા અસુરોને માર્યા એ બધાને શસ્‍ત્ર વગર જ માર્યા છે. વ્રજમાં તો ભગવાનની મુરલી એ જ ભગવાનું શસ્‍ત્ર છે. (૫) પગમાં જોડા પહેરવા નહીં ભગવાને ખુલ્લા પગે જ વ્રજ ભૂમિમાં વિચરણ કર્યુ છે. ભગવાન ત્‍યાં ઉધાડા પગે જ ધૂમ્‍યા છે. એટલા માટે તો વ્રજમાં વ્રજની રજનું મહત્‍વ છે. ભગવાન દ્વારકામાં સૌ વરસ રહ્યા પણ દ્વારકામાં સંન્‍યાસી ઓ રમણ રેતી આરોગતા હોય છે. પુષ્‍ટિ સંપ્રદાયમાં તો આશા છે કે વ્રજ રજને મુખમાં મુકયા વિના અને તિલક કર્યા વિના સેવાનો અધિકાર ના મળે.

સંકલન

હેમેન્‍દ્રકુમાર પારેખ

પોરબંદર

(11:59 AM IST)