<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ઓખા નજીક દરિયાના પાણીમાં અજાણ્‍યા યુવાનનો મૃતદેહ મળ્‍યો

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા તા. ૯ :  ઓખા નજીક આવેલા દરિયાકાંઠાના એક વિસ્‍તારમાં શનિવારે સાંજે એક પુરુષનો મળતદેહ પડયો હોવા અંગેની જાણ સ્‍થાનિકો દ્વારા કોસ્‍ટ ગાર્ડ દ્વારા તંત્રને કરવામાં આવી હતી. આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરનો અજાણ્‍યો યુવાન શનિવાર તથા તે પૂર્વેના કોઈપણ સમયે દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મળત્‍યુ નિપજ્‍યું હોવા અંગેની નોંધ કોસ્‍ટ ગાર્ડના કર્મચારી પ્રતાપદાસ નિરંજનદાસ (ઉ.વ. ૪૯) દ્વારા ઓખા મરીન પોલીસ મથકમાં કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસે હાલ અકસ્‍માત મળત્‍યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

કલ્‍યાણપુરના

મહાદેવીયા ગામે જુગાર

 મહાદેવીયા ગામના ગરબી ચોક પાસેથી મોડી રાત્રીના સમયે સ્‍ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા હરદાસ રાજશી કરંગીયા, ભોલા મારખી કરંગીયા અને હેમંત હમીર ધ્રાંગુ નામના ત્રણ શખ્‍સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા ૬,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન કાના ગગુ કરંગીયા અને જેશા અરસી કંડોરીયા નામના બે શખ્‍સો ફરાર થઈ ગયા હતા.

 લોકમેળામાંથી

છરી સાથે  ઝડપાયો

ખંભાળિયાના શક્‍તિનગર વિસ્‍તારમાં યોજાયેલા શિરેશ્વર લોકમેળામાંથી પોલીસે શનિવારે સાંજે છરી સાથે નીકળેલા જામનગરના દરબારગઢ - લીંડી બજાર વિસ્‍તારમાં રહેતા ઓસામા સલીમ જુમા માજોઠી નામના ૨૧ વર્ષના શખ્‍સને છરી સાથે નીકળતા ઝડપી લઇ, ગુનો નોંધ્‍યો હતો.

અન્‍ય એક કાર્યવાહીમાં દ્વારકા પોલીસે વસઈ ગામ તરફ જતા માર્ગેથી કિશનભા ટપુભા માણેક (ઉ.વ. ૨૫) ને છરી સાથે નીકળતા ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.

(12:20 PM IST)