તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th September 2024
ઉના પાસે મોટરમાં છુપાવીને લઇ જવાતો ૯૩૬૦૦નો ઇંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા.૯: જશાધાર ગીર રોડ ઉપર મોટરમાં છુપાવીને લઇ જવાતો ઇગ્લીંશ દારૂ અને બિયર ભરેલા ટીનનો જથ્થો કિ.૯૩૬૦૦ નો પોલીસે પકડીને મોટરના ચાલક પરેશ મનસુખભાઇ રે.ધારાવાળાની અટક કરી છે.
ઊનાના ગીર ગઢડા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એમ .પી. ચોહાણ અને હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ગાંગાભાઈ સોસા, પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ અરસીભાઈ વાઘેલા અને નલિનભાઈ બાલાભાઈ સોલંકી અને સ્ટાફે પેટ્રોલિંગમાં ત્યારે ગીર ગઢડા તાલુકાના જશાધાર ગીર ગામે ખોડીયારનગર વિસ્તારમા એક મોટર કાર નંબર જીજે -૧૦બીઝી - ૨૯૯૪ની શંકાસ્પદ હાલત હોય ચાલક પરેશ મનસુખભાઈ સોલંકી રે. ધારી જિલ્લો અમરેલી રોકી મોટરની તપાસ કરતા મોટરની અંદર કાળા ઝબલામા છુપાવી લઇ જવાતો પરપ્રાંતની ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ ૨૪૦ અને બિયરના ટીન નંગ ૧૨૦. મળી કુલ ૩૬૦ નંગ જેની કિંમત રૂપિયા ૯૩૬૦૦/એક મોબાઈલ ફોન અને મોટર કાર ની કિંમત રૂપીયા બે લાખ મળી કુલ રૂપિયા ૨,૯૮,૬૦૦ ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપીની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો ઊનાના નટુગીરી મગનગીરી ગોસ્વામીએ ભરી આપેલ અને જયદીપ જોરૂભાઇ વાળા રે. માણાવાવ તા. ચલાલા જી. અમરેલીને આપવાનો હોય તેથી પોલીસ ત્રણ સામે ગુનો નોંધી બે ને પકડવા તજવીજ શરૂ કરી છે
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
