તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th September 2024
જામનગર જિલ્લાના પૂર અસરગ્રસ્ત ગામોમાં આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાશે : જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
તા. 09/09/2024 થી 11/09/2024 સુધી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા, આયુર્વેદિક દવાઓના વિતરણ માટેનું આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર હાજર અધિકારીશ્રીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અનુસાર પૂરગ્રસ્ત વિસ્તારના ગામોમાં ઉકાળા, દવા વિતરણ કરવા માટે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આજરોજ તારીખ 09/09/2024 થી 11/09/2024 સુધી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા, આયુર્વેદિક દવાઓના વિતરણ માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના 20 વિવિધ ગામો જેમાં દરેડ, ચેલા, કાનાલુસ, પડાણા, પીપળી, લાખાબાવળ, વસઈ, બેડ, મોટી ખાવડી, મેઘપર, જોગવડ, વાંકિયા, નથુવડલા, સોયલ, જોડીયા, બાલંભા, સતાપર, મોટી ગોપ, નવાગામ, ભલાસણ બેરાજા - આ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ઉકત સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા, આરોગ્ય શાખા, આઈ.સી.ડી.એસ. શાખાના અધિકારીશ્રીઓ, પૂરગ્રસ્ત વિસ્તારના ગામોના સી.એચ.ઓ.શ્રીઓ, મુખ્ય સેવિકા બહેનો, આયુર્વેદ મેડિકલ ઓફિસરશ્રીઓ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
