<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ખંભાળીયાના શીરેશ્વર મહાદેવ મંદિરે આયોજીત લોકમેળામાં માનવ મેદની ઉમટી

ઉદ્‌્‌ઘાટનના બીજા દિવસથી રાઇડો ચાલુ થતા મેળો સવારના ૪ વાગ્‍યા સુધી ધમધમ્‍યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. ખંભાળીયાના શીરેશ્વર મહાદેવ શીરૂવાડીના રગ પાંચમીના મેળામાં રોજ દોઢથી બે લાખ સુધી લોકો રોજ ઉમટતા તથા વાહનોની લાઇનો સાથે શીરેશ્વર જતાં રસ્‍તાઓ ટ્રાફીકથી ભરાયેલા થઇ ગયા હતાં.

મેળાનું ઉદઘાટન રાજય મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ત્રીજના દિવસે જ કર્યુ હતું તથા ત્રીજા-ચોથ-પાંચમ અને છઠ્ઠ એમ ચાર દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં તંત્રો અને પરવાના માંગનાર, ગ્રામ પંચાયતો આ ત્રણેય વચ્‍ચે સંકલન ના હોય મેળાનું ઉદઘાટન થયું પણ રાઇડો છેક સાંજે બીજે દિવસે ચાલુ થઇ હતી.

રાઇડો ચાલુ થયાની જાણ થતાં લોકો ઉમટયા હતા તથા તંત્ર દ્વારા બાર વાગ્‍યાની મેળાના સમય મર્યાદા છતાં સવારે ચાર વાગ્‍યા સુધી મેળો ધમધમ્‍યો હતો. તો ગઇકાલે રવિવારે સવારથી જ લોકો પોતાના ધંધા-રોજગાર બંધ કરીને ઉપટી પડયા હતા તથા મોડી રાત્રી સુધી મેળો ધમધમ્‍યો હતો તથા મેળામાં વિવિધ ચકડોળ, ટોરાટોરા, વહાણ, ચકડોળ ફજેત ફાળકામાં કતારો લાગી હતી.

પોલીસ તંત્ર દ્વારા ખાસ કંટ્રોલ રૂમ ગોઠવીને સીસીટીવીની મદદથી કયાંય પણ કોઇ પ્રશન થાય તો તેનું તુરંત નિકાલ કરવા અદ્‌્‌ભૂત વ્‍યવસ્‍થા ગોઠવાઇ હતી તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર સરવૈયા દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો હતો.

રાત્રી મેળો ગણાતા શીરેશ્વર મહાદેવ મેળામાં ગ્રામ્‍ય અને શહેરી બન્ને વિસ્‍તારોમાંથી હજારોની મેદની ઉમટતા બે દિવસમાં ૩ાા લાખથી વધુ લોકોએ મેળો માણ્‍યો હોવાનો અંદાજ છે.

એસ.ઓ.પી. માટેની સમિતિ સામે શંકાની સોય?!

રાજકોટમાં ટી. આર. પી. ગેમઝોન પછી નિયમો કડક થયા પછી પણ તંત્રના પેધી ગયેલા અધિકારીઓ હજુ નિયમના નેવે મુકતા હોવાનું બહાર આવી રહ્યું છે. તાજેતરમાં ખંભાળીયા શીરેશ્વર લોકમેળામાં પણ મંજૂરીની ટેકનીકલ પ્રક્રિયાની કામગીરી સામે શંકાની સોય વ્‍યકત થતાં અહેવાલો તથા વાતો સોશ્‍યલ મીડીયામાં વ્‍યાપક થયા હતાં.મેળામાં બે મોતના કુવા વાળાને પરવાનગી ના અપાઇ કાગળો તમામ કંપલીટ છતાં ? કેમ ? ટેકનીકલ ચકાસણી માટે કામગીરી ચેકીંગની ચાલુ હતી ત્‍યારે જ એક ચકડોળ વાળાની જમીન પોચી હોય તેમાં પાંચ ફુટ એંગલ મારવા જણાવેલ તે હાથેથી નીકળી ગયા હોવાનો વીડીયો પણ તંત્રની ટેકનીકલ કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જતો થયો હતો. તો ટેકનીકલ સમિતિનું ખાનગી હોટલમાં રોકાણ ચોકકસ વ્‍યકિતઓ સાથે મુલાકાત, મોડી રાત્રી ૧ વાગ્‍યા સુધી ચેકીંગ કંપલીટ કરવા કામગીરી પણ ચર્ચા પાત્ર બની હતી.

(1:40 PM IST)