તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th September 2024
જુનાગઢ શહેર સહિત જિલ્લામાં ૯ જગ્યાએ જુગાર દરોડા : ૨૨ મહિલા સહિત ૫૯ શખ્સો ઝડપાયા
પોલીસે જુગારીઓ પાસેથી રોકડ સહિત ૪.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ : જુનાગઢ શહેર સહિત જિલ્લામાં ૯ જગ્યાએ જુગાર દરોડા, ૨૨ મહિલા સહિત ૫૯ શખ્સો ઝડપી લઇ પોલીસે જુગારીઓ પાસેથી રોકડ સહીત ૪.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુનાગઢ શહેરમાં સી ડિવિઝન પોલીસે મધુરમ વિસ્તારમાં આવેલ ચંદન પાર્ક સોસાયટીમાં જુગાર રમી રહેલ ૧૫ મહિલાને રૂપિયા ૧૦, ૦૫૦ રોકડ સાથે તથા કામનાથ નગરમાંથી સાત મહિલા સહિત આઠ ઈસમને ૪૫,૯૧૦ ની રોકડ સાથે તેમજ બિલનાથ પરામાંથી પાંચ જણાને રૂપિયા ૨૧૦૭૦ સાથે જુગાર રમતા ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વંથલી પોલીસે શાપુર ગામની સીમમાં વાડીમાથી નવ જણાને રૂપિયા ૨,૮૭,૦૮૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી.
ચોરવાડ પોલીસે ખોરાસા ગામેથી ૫ જણાને રૂપિયા ૬૨,૯૫૦ ના મુદ્દામાલ સાથે તથા ચોરવાડ ટાઉનમાંથી પણ પાંચ જણાને રૂપિયા ૩૯,૩૭૦ના મુદ્દામાલ સાથે તેમજ ગડુમાંથી ચાર ઈસમને રૂપિયા ૪૨૦૦ની રોકડ સાથે અને માળીયાહાટીના પોલીસે કાલીંભડા ગામેથી આઠ જણાને રૂપિયા ૧૦,૧૦૦ ની રોકડ સાથે જુગાર ખેલતા પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
