<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

સમસ્યાઓથી ત્રસ્ત લોકોનો ગુસ્સો ભભૂક્યો: ભુજ નગરપાલિકાની ઓફિસમાં હલ્લાબોલ સાથે તાળાબંધી

તૂટેલા રસ્તાઓ, ઊડતી ધૂળો અને ગટરોના ઉભરાતા પાણી. લોકો રજુઆતો કરી ત્રાહીમામ પોકારી ગયા અંતે શાસકોની ગેરહાજરી વચ્ચે લોકોનો ગુસ્સો ભભૂકયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  ભારે વરસાદ બાદ પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા ૨૪ કલાકમાં જીલ્લાને ફરી ધમધમતું કરવાની જાહેરાત કરી ગાંધીનગર પહોંચી ગયા, પણ અઠવાડિયું થયું જીલ્લા મથક ભુજની હાલત હજી કફોડી છે, તૂટેલા રસ્તાઓ, ઊડતી ધૂળો અને ગટરોના ઉભરાતા પાણી. લોકો રજુઆતો કરી ત્રાહીમામ પોકારી ગયા છે. અંતે શાસકોની ગેરહાજરી વચ્ચે લોકોનો ગુસ્સો ભભૂકયો હતો. મોટી મોટી જાહેરાતો અને કામમાં મીંડું હોય તો લોકો શું કરે?

(2:39 PM IST)