News of Monday, 9th September 2024
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાની અણીન્દ્રા શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલના બાળકોને બનાવી દેવાયા ભાજપના સભ્યો, ટાર્ગેટ પૂરો કરવા આચાર્યનો કાંડ
સમગ્ર ઘટના સામે આવ્યા બાદ શાળાને તાળા મારી શિક્ષકો ફરાર થઈ ગયા : મીડિયાને જોતા શાળાના ઓરડાને બારી બારણા બંધ કરી શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી

સુરેન્દ્રનગર તા.૯ : વઢવાણ તાલુકાની અણીન્દ્રા શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે. પાર્ટીમાં સભ્યો જોડવાની હોળમાં બાળકોને રાજકીય પક્ષોમાં જોડાવાની કામગીરીને લઇ ઘણા સવાલો ઉઠ્યા છે.
દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપમાં હાલ સદસ્યતા અભિયાનનો સળવળાટ જોવા મળી રહ્યો છે. અત્યારે એવી પરિસ્થિત છે કે પાર્ટીમાં વધુને વધુ સભ્યો જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયો છે અનેઆ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના ભુલકાઓને ભાજપમાં જોડી દેવાયા છે.
સરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે એવી માહિતી સામે આવી છે. ભાજપના સભ્યો તરીકે રજિસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, તમામ વિદ્યાર્થીઓએ વાલીનો ફોન ફરજિયાત લાવવા જાણ કરવાનો મેસેજ કરવામાં આવ્યો હતો. ધોરણ 9ના અનેક વિદ્યાર્થીઓને ભારતનો ઝંડો પકડાવી ભાજપના સભ્યકાર્ડ બનાવી લેવાયાના ફોટો વાયરલ થતાં વિવાદ થયો છે.
આ તરફ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ શાળાને તાળા મારી શિક્ષકો ફરાર થઈ ગયા છે. મીડિયાને જોતા શાળાના ઓરડાને બારી બારણા બંધ કરી શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી હતી.
પ્રાથમિક શાળાના બાળકોને સભ્ય બનાવ્યા બાદ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ટાર્ગેટ પૂરો કરવા આટલું બધું દબાણ કેમ? એવું કહેવાય રહ્યું છે કે દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાલીઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે શાળાના પ્રિન્સિપાલના કહેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
હાલ બાળકોની વિગતોનો રાજકીય ગતિવિધિ માટે ઉપયોગ કરાયો હોવાને લઇ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. વિવાદ બાદ શાળાના શિક્ષક તુષારભાઇએ શાળામાં કોઇ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ ન કરાતી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે અમારી શાળાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
