News of Monday, 9th September 2024
સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના બાળકોને ભાજપના સભ્યો બનાવાયાઃ નોશાદ સોલંકીના પ્રહારો
ટાર્ગેટ પુરા કરવા માટે બળજબરીથી મોબાઇલ લઇને મિસકોલ અપાય છે

રાજકોટ તા. ૯: પ્રાથમિક શાળાના બાળકોને ભાજપના સભ્યો બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગરના કોંગ્રેસના નેતા નોૈશાદભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. નોશાદભાઇ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના દબાણના કારણે કોઇ બોલવા તૈયાર નથી. બળજબરીથી લોકોના મોબાઇલ લઇને સભ્યો બનાવાઇ રહ્યા છે. ખોટી રીતે મિસકોલ કરીને સભ્યો બનાવાઇ છે. ટાર્ગેટ પુરો કરવા દબાણ કરાય છે. દરેક કાર્યકર્તાઓને ૧૦૦ સભ્યો બનાવવા ટાર્ગેટ અપાય છે. અને સદસ્યતા અભિયાનમાં બાળ કોનો ખોટી રીતે ઉપયોગ કરાયો છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
