News of Monday, 9th September 2024
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચીનનું લસણ મળી આવ્યા બાદ તેનો સખત વિરોધ : હવે આ વિરોધ દેશભરમાં ફેલાયો : આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ચીનના લસણનો વિરોધ નોંધાવશે
આવતીકાલે 10 નવેમ્બરના રોજ લસણના વેપારીઓ વેપાર ધંધાથી અળગા રહેશે આવતીકાલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે : ચીનથી જે લસણ આવી રહ્યું છે તેને વાયા અફઘાનિસ્તાન થઇને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે તે ખાવાલાયક નથી હોતું અને વાયરસ વાળું પણ હોય છે

રાજકોટ તા.૯ : થોડા દિવસો પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ચાઇના લસણ મળી આવ્યું હતું, ત્યારબાદ તંત્ર દોડતું થઈ ગયું છે. આવતીકાલે દેશભરમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તેમજ લસણના વેપારીઓ ચીનના લસણ સામે વિરોધ નોંધાવશે. વિરોધમાં આવતીકાલે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે તેમજ આ વિરોધમાં દેશભરનાં ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાશે. ચીનના લસણના દેશભરમાં પડઘા પડ્યા છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું કે, આવતીકાલે 10 નવેમ્બરના રોજ લસણના વેપારીઓ વેપાર ધંધાથી અળગા રહેવાના છે. આવતીકાલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે. ચીનથી જે લસણ આવી રહ્યું છે તેને વાયા અફઘાનિસ્તાન થઇને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. તે ખાવાલાયક નથી હોતું અને વાયરસ વાળું પણ હોય છે. ત્યાંથી સસ્તા ભાવે લસણની ખરીદી કરીને ભારતમાં મોંઘા ભાવે વેચવામાં આવે છે. અને નાનામાં નાના માણસો સુધી પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, તેના કારણે થઇને દેશના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.
આ બંધના એલાનને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા સંપૂર્ણપણે ટેકો આપવામાં આવે છે. ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ રહેશે તેવી તમામ ખેડૂતો અને વેપારીઓએ નોંધ લેવી. જો આ ચાઇનાનું લસણ ભારતમાં વેચાતું થઈ ગયું તો દેશના ખેડૂતોને મોટાપાયે નુકસાન થશે અને તેમને પુરતા ભાવ પણ નહીં મળે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજે 600 કિલો ચાઈનીઝ લસણ ઉતારવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે સૌથી મોટો સવાલ છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હતી. આરોગ્યની દૃષ્ટિએ આ લસણ હાનિકારક હોવાના કારણે થઇને ભારત સરકારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂક્યો છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
