તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th September 2024
અંતે ક્લેક્ટર અમિત અરોરા પહોંચ્યા લખપત: ૧૪ જણના મોત બાદ લોકોમાં હાહાકાર અને ફડડાટ : જુઓ વિડિઓ
ગ્રામજનો સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી આરોગ્ય તંત્રની કામગીરી વિશે જાણકારી મેળવી હ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના લખપત તાલુકાના આસપાસના ગામોમાં શંકાસ્પદ તાવે ૧૪ જણનો ભોગ લીધો છે. એક સામટા મોતને નિપજતા લોકોમાં ફફડાટ અને ભય છે. મીડિયા રિપોર્ટ બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આઠ દિવસથી તાવના હાહાકાર ને પગલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારને ઈમેઈલ કરી ત્વરિત પગલાં ભરવા માંગ કરી છે. તે દરમ્યાન આજે જીલ્લા કલેક્ટર અમિત અરોરા લખપતના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી આરોગ્ય તંત્રની કામગીરી વિશે જાણકારી મેળવી હતી. જોકે, ૧૪ મોત થયા ત્યારબાદ ગ્રામજનોમાં ફફડાટ છે. આરોગ્ય તંત્ર ગાંધીનગરથી અખબારી યાદી મોકલે છે. જે અનુસાર ટીમો દ્વારા સર્વે ચાલુ છે, આરોગ્ય તપાસણી ચાલુ છે. હજુ તાવનું કારણ મળ્યું નથી. આરોગ્ય સચિવ કે આરોગ્ય મંત્રી હજી સુધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા નથી.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
