News of Tuesday, 10th September 2024
ટંકારા પોલીસે ચોરાઉ બે હોન્ડા સાથે આશિષ ઘોરેચાને ઝડપી લીધો
ટંકારા અને ખંભાળીયાની બાઇક ચોરીનો ભેદ ખુલ્યો

તસ્વીરમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે ટંકારા પોલીસનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ જયેશ ભટ્ટાસણા ટંકારા)
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૧૦: ટંકારા પોલીસે બે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડી પાડી પુછતાછ કરતા બે વાહન ચોરીનો ભેદ ખુલ્યો હતો.
વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા ટંકારા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. વાય કે.ગોહિલ તથા સ્ટાફના માણસો વાહન ચેકીંગની કામગીરીમા હર્તા તે દરમ્યાન એક ઈસમ નંબર પ્લેટ વગરનુ શંકાસ્પદ મોટર સાયકલ લઈ આવતા મજકુર ઈસમને ઉભો રાખી તેની પાસે સદરહુ મો.સા ના આધાર પુરાવાની માગણી કરતા તેની પાસે નહી હોવાનુ જણાઈ આવેલ. જેથી મજકુર ઈસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે સદરહુ મો.સા. ચોરી કરેલ હોવાનુ જણાવેલ તેમજ અન્ય બીજુ એક ચોરીનુ મો.સા. પણ તેણે છુપાવેલ હોવાનુ જણાવતા તે પણ કબજે કરેલ.
પકડાયેલ આશિષ કાન્તિલાલ ઘોરેચા ઉ.વ. ૩૩ ધંધો વેલ્ડીંગકામ રહે. ગામ ઓટાળા તા ટંકારાએ ટંકારા તથા ખંભાળીયા પંથકમાં બાઇક ચોરીની કબુલાત આપી હતી.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
