<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ગોંડલના કોલીથડની ચૂંટણીમાં બોગસ વોટીંગ અંગે થયેલ પીટીશનને હાઇકોર્ટે ફગાવી દીધી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦: ગોંડલની કોલીથળ મતદાર વિભાગની ચૂંટણીને મોટા પાયે થયેલા બોગસ વોટિંગના આક્ષેપ સાથે પીટીશન અરજી વર્ષ ૨૦૨૧ માં કોર્ટમાં કરાઈ હતી. રાજકોટ જિલ્લા પંચાયતની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ગોંડલ તાલુકાના ૧૫ કોલીથળ મતદાર વિભાગની ચૂંટણીને કોંગ્રેસના ઉમેદવાર પ્રીતિબા જાડેજાએ તેમના વકીલ મારફત ગોંડલની સિવિલ કોર્ટમાં પડકારતી અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં જણાવ્‍યા મુજબ તા. ૨૮/૦૨/૨૦૨૧  ના રોજ કોલીથળ મતદાન વિભાગના લગભગ ૩૩ પૈકી મોટા ભાગના મતદાન મથકોમાં બોગસ વોટિંગ કરવામાં આવ્‍યું હતું. જેથી સમગ્ર ચૂંટણીને રદ્દ કરવા અને નવેસરથી પક્ષપાત રહિત ચૂંટણી કરાવવા માગણી કરવામાં આવી છે. આ અંગે રાજ્‍ય ચૂંટણી કમિશનર, જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ ચૂંટણી તથા જીતેલા ભાજપના ઉમેદવાર સહદેવસિંહ જાડેજાને પક્ષકાર તરીકે જોડવામાં આવ્‍યા હતા જિલ્લા ચૂંટણી અધિકારીના કબજામાં રહેલા ચૂંટણીના મહત્ત્વોના દસ્‍તાવેજો પણ કોર્ટના રેકર્ડ પર લાવવા માગણી કરવામાં આવી હતી.

આ પીટીશન અરજી ગોંડલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આ અરજીને ખારીજ કરી નાખી હતી, કોટર્ના અધિક  સીનીયર  સિવિલ જજ  રામકુમાર આર્ય   દ્વારા સાહેદોને તપાસી હુકમ કર્યો હતો જેમાંઅરજદારે ફકત ચૂંટણી સાહિત્‍યને છ માસ પહેલા નષ્ટ કરવા બાબત તકરાર ઉપાડેલ છે પરંતુ ચૂંટણી દરમ્‍યાન ગેરકાયદેસરતા બાબતે કોઈપણ પુરાવો મૌખિક અથવા દસ્‍તાવેજી રજુ કરેલ નથી. ચૂંટણી સાહિત્‍યનો છ માસ પહેલા નષ્ટ કરેલાનું કળત્‍ય ચૂંટણીના પરિણામને અસર કરતા નથી તે હકીકત વધારેમાં વધારે અનિયમસરપણું કહેવાય અને અનિયમસરપણા ઉપર ચૂંટણી પરિણામને અસર થતુ નથી.

ઉપરોકત કાયદાકીય જોગવાઈઓ અને જુબાનીમાં સ્‍થાપીત થયેલ હકીકતોની સરખામણી એકસાથે કરતા નીચે મુજબનો આખરી હુકમ પસાર કરવામાં આવેલ હતો. જેથી વાદીની ઈલેકશન પીટીશન નામંજુર કરવામા આવેલ.પ્રતિવાદી તરફે વકિલ્‌  રાજુભાઈ ઓઝા,પરેશભાઈ રાવલ્‌,તથા ભાવેશ બી. ચોલેરા,તથા પ્રશાંત ભટ્ટ તથા વિવેકસિંહ જાડેજા વકીલ તરીકે રોકાયેલ હતા.

(11:28 AM IST)