News of Tuesday, 10th September 2024
જામનગરમાં પરિણીતાનો આપઘાતઃ બિમારીથી યુવકનું મૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૦: અહીં ગોકુલનગર રડાર રોડ, સાયોનાવાળી શેરી નં. ર, ગોકુળીયા હનુમાનજીના મંદિર સામે રહેતા હીમાંશુભાઇ ઘનશ્યામભાઇ સાધુ, ઉ.વ.ર૪ વાળાએ સીટી ‘સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા. ૯-૯-ર૦ર૪ના મરણજનાર નિશાબેન હિમાંશુભાઇ સાધુ, ઉ.વ. રપ વાળા પોતાના ઘરે પોતાની જાતે ઉપરના માળે રૂમમાં પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઇ મરણ ગયેલ છે.
બિમારી યુવાનનું મોત
જામનગરઃ અહીં મચ્છરનગર, બળીયા હનુમાન મંદિરની બાજુમાં શીવધારા ટેનામેન્ટ પાસે રહેતા મહિપતસિંહ લખુભા રાઠોડ, ઉ.વ. પ૬ એ સીટી ‘બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા. ૯-૯-ર૦ર૪ના મરણ જનાર જીતુભા લખુભા રાઠોડ, ઉ.વ. પ૩, રે. બેડેશ્વર, જામનગર વાળા અંબર ચોકડી રોડ અંબર સીનેમાની પાસે કોઇપણ બિમારી સબબ મરણ ગયેલ છે.
ગાય પર ત્રાસ
જામનગરઃ અહીં સીટી ‘સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. આર. બી. બથવાર એ ફરીયાદ નોંધાવી છે કે તા. ૯-૯-ર૦ર૪ના કૃષ્ણનગર શેરી નં. ૩, હનુમાન મંદિર સામે મહાલક્ષ્મી પ્રોવીઝન સ્ટોર નામની દુકાન સામે આરોપી જગદીશ પરબતભાઇ નશીત એ ગાય ઉપર ત્રાસ ગુજારતા ફરીયાદ થઇ છે.
શંકર ટેકરીમાં સજોડે જુગારઃ રૂા. ૭૭ હજારની મતા ઝડપાઇ
જામનગરઃ સીટી સી ડિવિઝનના વાય. એન. જાડેઢજાએ તા. ૧૦ના રોજ શંકરટેકરી સુભાષપરા શેરી નં. ૧ રહેતો સાગર કાંતીભાઇ ગઢવીએ પોતાના રહેણાંક મકાને બહારના માણસો શંકર વીરાભાઇ પરમાર, સુરેશ નારણ ઠાકેડા, જીતુ બુધા સોલંકી, તેજલબેન સાગર ગઢવી, સુનીતા કિશોર ઠાકેડા, લાભુબેન જીતુભાઇ સોલંકીને બોલાવી જુગારનો અખાડો ચલાવતા રેઇડ દરમ્યાન રોકડ રૂા. ૪૭૮પ૦ તથા એક મોટર સાયકલ સહિત કુલ રૂા. ૭૭૮પ૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
વિશ્રામવાડી પાસે દારૂ સાથે ઝડપાયોઃ એક ફરાર
જામનગર : અહીં સીટી ‘એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૯-૯-ર૦ર૪ના વિશ્રામવાડી હોલની પાછળ, આંગણવાડી પાસે જાહેરમાં આરોપી નયનભાઇ રાજેશભાઇ ખાનીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-પ, કિંમત રૂ. ર,પ૦૦/- ની રાખી નીકળતા ઝડપાઇ ગયેલ છે તથા દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો રહીશ વિનોદભાઇ ખીચડા ફરાર થઇ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
