<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

જામનગર જિલ્લાના પૂર અસરગ્રસ્‍ત ગામોમાં આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાશે

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૧૦ :.. ડો.સર્વપલ્લી રાધાકળષ્‍ણનના જન્‍મ દિવસ નિમિતે શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે જોડીયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ના આચાર્ય  પનારા ભાવેશભાઈ રામજીભાઈની પસંદગી જિલ્લા શિક્ષણાધિકારી ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર ના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરાના અધ્‍યક્ષ સ્‍થાને જામનગર નેશનલ  સ્‍કૂલ માં  સન્‍માન કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ધ્રોલ જોડીયા ના ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ના પ્રમુખ મયાબેન, મેયર ખીમસુરિયા, માં.કલેકટર પંડ્‍યા સાહેબ.જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા,સ્‍ટેન્‍ડિંગ સમિતિના ચેરમેન , શિક્ષણ સમિતિના ચેરમેન, અને DEO મહેતા  વિવિધ સંઘો ના પ્રમુખો મંત્રીઓ,ઉપસ્‍થિત રહ્યા હતા.અને મંત્રી શ્રી મુળુભાઈ બેરા ના વરદ હસ્‍તે નેસડા પ્રા.શાળા ના આચાર્ય ભાવેશભાઈ પનારા ને સાલ, પ્રસસ્‍તિપત્ર,અને ૧૫૦૦૦ રૂપિયા નો ચેક  આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અને તમામ હોદેદારોએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શુભેચ્‍છાઓ આપી હતી. આ જે રકમ આપવામાં આવી તે શિક્ષકશ્રી એ ૫૦૦૦ નેસડા શાળામાં ૫૦૦૦ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં અને ૫૦૦૦ ધોરણ ૧  માં અભ્‍યાસ કરતી દીકરી ને ફિક્‍સ ડિપોઝિટ માટે અનુદાન કરેલ છે. જે અનુદાનને સર્વે એ તાળીઓ થી વધાવી બિરદાવ્‍યાં હતા.અને ભાવેશભાઈ પોતાનો ભાવ પ્રતિભાવ આપ્‍યો હતો.

(1:42 PM IST)