<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

જેતપુર તત્કાલ હનુમાનજી મંદિરના મહંત શ્રી રામભુષણદાસજી મહારાજનું અવસાન

મંદિરના મહંતના અવસાનથી ભક્તગણમાં ભારે શોકની લાગણી ફેલાઈ : મહંતની અંતિમવિધિ સાંજે 6 વાગ્યે કરવામાં આવશે

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૧૦ : શહેરના ધોરાજી રોડ તત્કાલ હનુમાન ચોકડી પાસે આવેલ શ્રી તત્કાલ હનુમાનજી મંદિર ના મહંત શ્રી રામભૂષણદાસજી મહારાજ આજરોજ બપોરે 12:00 વાગ્યાના અરસામાં મંદિર પાછળ બગીચામાં કોઈ કામ સંબંધ ગયેલ હોય જે ઘણી વાર સુધી પરત નહી ફરતા તેમની તપાસ કરતા મહંત ત્યાં પડેલ હાલતમાં મળી આવતા તેમને 108 મારફત હોસ્પિટલે ખસેડ્યા હતા તેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા તેની પીએમ ની કાર્યવાહી કરવામાં આવી હતી. 

        મંદિરના મહંત પૂજ્ય રામભૂષણદાસજી ના અવસાનથી ભક્તગણમાં ભારે શોકની લાગણી ફેલાય છે. મહંત ની અંતિમવિધિ સાંજે 6 વાગ્યે કરવામાં આવશે તેવી માહિતી મળેલ છે.

(1:55 PM IST)