તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
પોરબંદર વીજ ફોલ્ટ સેન્ટરના ફોનમાં આ નંબર અસ્તિત્વમાં નથી તેવી સુચના
ભારે વરસાદ બાદ વીજ તંત્ર દ્વારા ફોલ્ટ સેન્ટરનો હેલ્પનંબર ચાલુ કર્યો હતોઃ શહેરની મોટાભાગની સ્ટ્રીટલાઇટો બંધ

હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: શહેરમાં ભારે વરસાદ બાદ લોકોના વીજ પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ માટે વીજતંત્ર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. ત્યારે વીજ ગ્રાહકો ફરીયાદ કરી રહયા છે.
વીજ ફોલ્ટ સેન્ટરની હેલ્પલાઇનનો નંબર લગાડીએ તો ફોન ઉપર આ નંબર અસ્તિત્વમાં નથી તેવી સુચના સતત આવ્યા કરે છે.વીજ ફોલ્ટ અંગે વીજ કચેરીએ રૂબરૂ ફરીયાદ નોંધાવ્યા બાદ લાંબા સમય સુધી ફોલ્ટ રીપેર કરવા કોઇ ફરકતું નથી. જયારે નગર પાલીકા દ્વારા બંધ સ્ટ્રીટલાઇટ રીપેર કરવાનું ભુલી ગઇ છે. શહેરમાં અનેક ફરીયાદો છતાં મોટાભાગના વિસ્તારોમાં બંધ સ્ટ્રીટલાઇટને કારણે રાત્રે અંધારા છવાઇ જાય છે
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
