<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

કચ્છના લખપતમાં વધુ એક મોત સાથે મૃત્યુ આંક ૧૫ : હાલત બગડ્યા બાદ મંત્રીઓ ઋષિકેશ પટેલ અને પ્રફુલભાઈ પાનશેરિયા કચ્છ દોડ્યા

લખપત તા.ના ૪ ગામ અને તેને અડીને અબડાસાના ૨ એમ ૬ ગામમાં ભેદી તાવથી છેલ્લા અઠવાડિયામાં ૧૫ મોત થયા છે, તેમજ ઘર ઘર બિમારીના ખાટલા મંડાયા

ભુજ : કચ્છના લખપતમાં વધુ એક મોત સાથે મૃત્યુ આંક ૧૫ : હાલત બગડ્યા બાદ મંત્રીઓ ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરિયા કચ્છ દોડ્યા, લખપત તા.ના ૪ ગામ અને તેને અડીને અબડાસાના ૨ એમ ૬ ગામમાં ભેદી તાવથી છેલ્લા અઠવાડિયામાં ૧૫ મોત થયા છે, તેમજ ઘર ઘર બિમારીના ખાટલા મંડાયા છે. વણસેલી પરિસ્થિતિના સતત અખબારી અહેવાલો બાદ હવે ગાંધીનગરથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ  પાનશેરિયા આજે મોડી રાત સુધી ભુજ પહોંચી કાલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ ભુજમાં તંત્ર સાથે બેઠક યોજશે. જોકે, બીમારી વિશે હજી સુધી કોઈ લેબ રિપોર્ટ મળ્યો નથી. સ્થાનિક તમામ આગેવાનો સહિત કોંગ્રેસના આગેવાનો પણ તંત્ર અને સરકાર સુધી રજૂઆત કરી ચૂક્યા છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(6:46 PM IST)