News of Thursday, 12th September 2024
જગતમંદિરમાં રાધાષ્ટમી પ્રસંગે દ્વારકાધીશ ભગવાનને રાધિકા સ્વરૂપ વિશેષ શૃંગાર

(વિનુભાઇ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૨ : રાધાષ્ટમીના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં કાળિયા ઠાકોરને રાધિકા સ્વરૂપના વિશેષ દર્શન મનોરથ યોજાઈ ગયેલા. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધેલ. વિવિધ પુરાણો-ઉપનિષદોમાં થયેલા ઉલ્લેખ અનુસાર જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે અને જયાં રાધા છે ત્યાં કૃષ્ણ છે શ્રીકૃષ્ણ વિના રાધા અને રાધા વિના કૃષ્ણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેથી જ રાધાજી મહાશકિત કહેવાયા છે.(તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
