<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

કાગવડ શ્રી ખોડલધામ મંદિરે ગણેશજીની સ્‍થાપના

વિરપુર (જલારામ): કાગવડ ગામે આવેલું ખોડલધામ મંદિર દેશ - વિદેશમાં જાણીતું બની ગયું છે. ખોડલધામની ભક્‍તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્‍થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્‍ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડે છે. ત્‍યારે શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મંદિર સ્‍ટાફ દ્વારા ગણેશ સ્‍થાપના કરવામાં આવી છે. શ્રી ખોડલધામ મંદિર સ્‍ટાફ દ્વારા વિશાળ પંડાલ બનાવી તેમાં ૫ ફૂટની ગણેશની મૂર્તિની સ્‍થાપના કરવામાં આવી છે. જેમાં રજવાડી સાડી અને અલગ અલગ તોરણોથી ગણેશ પંડાલને શણગારવામાં આવ્‍યો છે. ગઇ કાલે ગણેશજીને ૫૬ ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્‍યો હતો. માઁ ખોડલના દર્શન સાથે ભક્‍તો ગણેશજીના દર્શન કરવા આવી રહ્યા છે. (તસ્‍વીર-અહેવાલઃ કિશન મોરબીયા- વીરપુર (જલારામ))

(10:35 AM IST)