News of Thursday, 12th September 2024
જૂનાગઢમાં તહેવારોને લઇને એસપી હર્ષદ મહેતાનું ફુટ પેટ્રોલીંગ

જૂનાગઢઃહાલમાં ચાલી રહેલ ગણપતિ મહોત્સવ અને આગામી દિવસોમાં ઉર્ષનો તહેવાર આવી રહ્યો છે. તે અંતર્ગત એસ.પી. હર્ષદ મહેતાએ પોલીસ અધિકારીઓ સાથે સુખનાથ ચોક એમજી રોડ, કાળવા ચોક, નિચલા દાતારની જગ્યાએ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ જે બંદોબસ્ત રાખવામાં આવેલ તે રિવ્યુ કરવામાં આવેલ આગામી સમયમાં લોકો શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવી શકે તે માટે પુરતી તૈયારી કરવામાં આવેલ છે. એસ.પી. હર્ષદ મહેતાની આગેવાનીમાં યોજાયેલ ફુટ પેટ્રોલીંગમાં ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા, પ્રો. ડીવાયએસપી નિકીતા સિરોયા તેમજ એ ડીવી બી ડીવી સહિતના થાણા અમલદારો જોડાયા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
