તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
રૂની ગાંસડીઓ ખરીદેલ રાજકોટના સાત વેપારી વિરૂધ્ધ પોણા સાત લાખની બોટાદની ૧૦ જીન સાથે ઠગાઇની રાવ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨: બોટાદમાં આવેલા ૧૧ જેટલા જિનિંગ એકમોમાંથી રૂ.૬.૬૫ કરોડની કિંમતની રૂ ની ગાસડીની ખરીદી કર્યા બાદ ચોટીલામાં આવેલ સિદ્ધનાથ કોટક્સ પ્રા.લિ.એ ઉઠમણું કર્યું હતું. બોટાદના જિનિંગ એકમના માલિકે કંપનીના રાજકોટ સ્થિત સાત સંચાલકો વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
માહિતી મુજબ બોટાદમાં આવેલ પાળીયાદ રોડ પર રહેતા અને હાડદડ ત્રિકોણી ખોડિયાર મંદિરની બાજુમાં બંસીધર જિનિંગ એન્ડ ઓઇલ મિલ ચલાવતા હિમ્મતભાઈ ખીમજીભાઈ માથાસોલીયાએ પાળીયાદ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, દર્શનભાઈ રમણીકભાઇ ભાલાળા,વિરેન્દ્રભાઈ સુરેશભાઈ લુણાગરિયા, સુરેશભાઈ ગોવિંદભાઇ લુણાગરિયા,રમણીકભાઇ ચકુભાઇ ભાલાળા,જગદીશભાઈ ગોરધંદાસ ડોબરીયા,જતીનભાઈ મગનભાઈ સોરઠીયા અને તુષારભાઈ ગજેરા (રહે.તમામ રાજકોટ) તમામ વેપારીઓએ દલાલ ભરતભાઈ વનમાલિભાઇ (રહે.લાઠીદડ તા.બોટાદ) મારફત પોતાની સાથે તેમજ અન્ય જિનિંગના માલિકો સાથે વિશ્વાસ કેળવી રૂ ની ગાંસડીઓની ખરીદી કરી હતી અને શરૂઆતમાં ખરીદ કરેલ ગાંસડીઓની રકમ વાયદા મુજબ ચૂકવી આપેલ હતી. આ વેપારીઓ ઉપર ભરોસો મૂકી તેમને તથા અન્ય ૧૦ જેટલી જિનિંગ કંપનીઓના માલિકોએ કુલ રૂ.૬,૬૫,૪૩,૮૧૩ ની કિંમતનો માલ આપ્યા બાદ બાકી રહેતી ઉક્ત રકમ અંગે અવાર-નવાર ઉઘરાણી કરતા તેમના મોબાઈલ ફોન બંધ કરી દઈ સિદ્ધનાથ કોટક્સ પ્રા.લિ.- ચોટીલા બંધ કરી દઈ બોટાદ વિસ્તારની ૧૦ જેટલી જિનિંગ કંપનીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.પાળીયાદ પોલીસે રાજકોટના સાત વેપારીઓ વિરુદ્ધ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જેમાં બંસીધર જિનિંગ એન્ડ ઓઇલ મિલ રૂ.૮૦૦૩૧૧૫, કળષ્ણ ઇન્ડસ્ટ્રીઝ હડદડ - રૂ. ૮૧,૪૬,૦૦૦, નેક્સસ ટેક્સ યાર્ન બોટાદ રૂ. ૫૫,૨૩,૨૧૦,ઈશ્વરલાલ તુલસીદાસ જિનિંગ, પ્રેસ હડદડ રૂ.૫૪,૭૦,૧૨૩, અવધ કોટન ઇન્ડસ્ટ્રીઝ, શિરવાણીયા રૂ.૨૭,૭૭,૬૮૭ રાજકોટ ફાઈબર, શિરવાણીયા રૂ.૨૬,૮૬,૯૨૫ શ્રી હરિ કોટક્સ હડદડ રૂ.૨૬,૪૬,૯૪૦, રામ કોટક્સ સમઢીયાળા રૂ.૧,૧૫,૦૫,૩૬૮, ઉજળા કોટક્સ લાઠીદડ રૂ.૮૩,૦૮,૮૫૮, લાણિયા કોટન સેંઠાલી રૂ.૨૭,૯૬,૯૯૬, નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ લાઠીદડ રૂ.૮૦,૦૪,૭૮૫ નો લેણામાં સમાવેશ થાય છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
