<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ઉપલેટા યાર્ડમાં ચાઇના લસણનો જથ્‍થો ન આવી જાય તેની તકેદારી

યાર્ડના પ્રમુખ હરિભાઇ ઠુંમર, ઉપપ્રમુખ વિનુભાઇ ઘેટીયાની આગેવાનીમાં ટીમ કાર્યરત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧રઃ તાજેતરમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મુદ્દે સૌરાષ્‍ટ્ર કચ્‍છ સહિત સમગ્ર ગુજરાતના યાર્ડો એ એક દિવસ લસણની હરાજી બંધ રાખી રોષ વ્‍યક્‍ત કર્યો આ બાબતે યાર્ડના વેપારીઓ દલાલો અને ખેડૂતો મા પણ ભારે રોષ પ્રવર્તે છે.

ત્‍યારે ઉપલેટા યાર્ડ ના પ્રમુખ હરિભાઈ ઠુંમર (ભોલે) ઉપ પ્રમુખ વિનુભાઈ ઘેટીયા એ એક સંયુક્‍ત નીવેદન મા જણાવેલ છે કે ઉપલેટા યાર્ડમાં કોઈ પણ સંજોગો મા અવો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ન આવીજાય તે બાબતે તકેદારી રાખવામાં આવશે અને યાર્ડ ના સેક્રેટરી ઈન્‍સ્‍પેકટરો સહિત ના કર્મચારીઓ અને દલાલો વેપારીઓ વેપારીઓ ને તકેદારી રાખવા સૂચનાઓ આપી છે.

(11:02 AM IST)