<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

સંઘાણી સ્‍થા. જૈન સંઘ ગોંડલ દ્વારા તપસ્‍વીઓના પારણા મહોત્‍સવ સંપન્ન

રાજકોટઃ ગોંડલમાં સંઘાણી સંઘમાં ભવ્‍યાતિ ભવ્‍ય સામૂહિક ચાતુર્માસ    પૂ.પંથકમુની નિશ્રામાં ચાલી રહ્યું છે,દરેક સંત સતીજીઓની પ્રેરણાથી તપનો માહોલ હતો અને તેમના તપની પૂર્ણાહુતિ નિમિતે પારણા મહોત્‍સવ યોજાયો હતો. તપસ્‍વીના પારણાના અનુમોદક દાતા દીપાલીબેન અપૂર્વભાઈ મહેતા તથા સરોજબેન બકુલભાઈ મહેતા (મસ્‍કત) હતા.

પૂ. પંથકમુની મહારાજ સાહેબે દરેક તપસ્‍વીને મહા માંગલિક ફરમાવીને પારણા ની શરૂઆત કરાવેલ. દાતા પરિવારમાં રમણીકભાઈ ભાઈચંદ કોઠારી, રમાબેન રમણીકભાઇ કોઠારી તથા મધુકરભાઈ રમણીકલાલ કોઠારી તેમજ દમયંતીબેન જયવંતલાલ પરિવાર, તેમજ સંઘાણી સ્‍થા. જૈન સંઘ , ગોંડલ નવાગઢ સ્‍થા. જૈન સંઘ દ્વારા દાતાનું બહુમાન કરાયું હતું.આ પ્રસંગે સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારીએ જણાવેલ કે તા.૧૪ને શનિવાર રોજ યોગી સભા મંડપમ્‌  અક્ષર મંદિર ગોંડલ ખાતે જય વીજ્‍યાજી મહા. નો શતાબ્‍દી મહોત્‍સવ ઉજવવાનો છે.અને આ મહા મહોત્‍સવ ગોંડલની ભૂમિ એટલે દાદા ડુંગરની ભૂમિને સાંપડ્‍યો છે ,તે વ ચાતુર્માસ દરમ્‍યાન આવું મેગા ચાતુર્માસ છેલ્લા ૧૦૦ વર્ષમાં પહેલી જ વખત ઉજવાઈ રહ્યો હોય ગોંડલનાં પાંચેય સંઘના કાર્યકરો સાથે મળીને ઉજવે છે. આ પ્રસંગમાં ભૂમિ ગાઠાણી  રાગ ઈવન્‍ટ્‍સ - રાજકોટ સંગીત આપી ધર્મમય બનાવીને જયવિજ્‍યાજી મહા.ના ભાવમાં ડુબાડી દેશે. તેમજ હરદેવભાઈ આહીર સાહીત્‍ય રસ પીસશે. તેમજ જયવિજ્‍યાજી મહા.ના વિચરણના સ્‍થળેથી જ મહિલા મંડળના બહેનો સ્‍વામીના ગુણોનું ભાવાત્‍મક નાટય રજૂ કરશે. આ પ્રોગ્રામમાં સંચાલન મેહુલભાઈ રવાણી  (રેકર્ડ બ્રેક એંકર) કરશે. ગોંડલ, રાજકોટ, મોરબી, ટંકારા તથા મુંબઈ તેમજ ગુરુદેવ ભક્‍તો તથા સતીજીઓના પરિવાર વિશાળ સંખ્‍યામાં પધારશે. તેમજ સંઘ પ્રમુખ અશોકભાઇ કોઠારી (મો.૯૯૭૮૯ ૫૦૯૨૩)ની યાદીમાં જણાવાયું છે.

(11:04 AM IST)