<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જામનગરના ૭૨ વર્ષીય લાભુબેન દુધાગરાએ ૫૦૦૦ , ૧૫૦૦ અને ૮૦૦ મીટર દોડમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરીને નડિયાદમાં ગોલ્ડમેડલ જીત્યા

સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્રભાઈ જેન્તીભાઈ દુધાગરાના માતાની સિધ્ધી : લાભુબેન આજની યુવા પેઢી માટે પણ કસરત, યોગ કરી તંદુરસ્ત રહેવા સિદ્ધિ હાસલ કરી પ્રેરણા આપી રહ્યા છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : જામનગરના 72 વર્ષીય વૃદ્ધાએ રમત ગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં જ 7,8 સપ્ટેમ્બર ના નડિયાદ ખાતે યોજાયેલ માસ્ટર એટલાન્ટિક સ્પર્ધામાં 35 થી 90 વર્ષની વય મર્યાદામાં ગુજરાત રાજ્યમાંથી ઉમટી પડેલા અલગ અલગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 

         જેમાં જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્રભાઈ જેન્તીભાઈ દુધાગરાના માતા લાભુબેન જયંતીભાઈ દુધાગરાએ 72 વર્ષની વયે 5000 મીટર દોડ, 1500 મીટર દોડ અને 800 મીટર દોડમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે ત્યારે જામનગરનું નામ રોશન કર્યું છે સાથે સાથે દુધાગરા પરિવારનું પણ નામ રોશન કરતા લાભુબેન આજની યુવા પેઢી માટે પણ કસરત, યોગ કરી તંદુરસ્ત રહેવા સિદ્ધિ હાસલ કરી પ્રેરણા આપી રહ્યા છે.(તસવીર : કિંજલ કારસરીયા)

(11:52 AM IST)