News of Thursday, 12th September 2024
જૂનાગઢની ગેસ લીકેજ, આગની ઘટનામાં મહિલાએ પણ સરવારમાં અંતિમ શ્વાસ લીધા
પ્રથમ પુત્ર બાદ પિતાના મોતના પગલે મૃત્યુઆંક ૩ થયો : પરિવારજનોમાં શોકનું મોજ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૨ : જૂનાગઢની ગેસ લીકેજ, આગની ઘટનામાં મહિલાએ પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા મૃત્યુ આંક વધીને ૩ ઉપર પહોંચ્યો હતો.
જુનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા નજીક આવેલ ગણેશનગરમાં રહેતા કાનજીભાઈ માવજીભાઈ કટારીયાના મકાનના રસોડામાં તા. ૩ સપ્ટેમ્બર ની રાત્રે ૧૧ વાગ્યે ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થવાથી ૫૫ વર્ષીય મોભી કાનજીભાઈ તથા તેમના ૩૫ વર્ષીય પુત્ર વિજયભાઈ, ૩૨ વર્ષીય પુત્રવધુ મનિષાબેન તથા ૭ વર્ષીય પૌત્ર દત દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે તા. ૪ સપ્ટેમ્બરના રોજ માસુમ બાળક દતનું મૃત્યુ નિપજ્યું હતું. બાદમાં બાળકના પિતા વિજયભાઈનું પણ તા. ૭ સપ્ટેમ્બરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
જ્યારે મૃતક બાળકના માતા મનિષાબેન રાજકોટ ખાતે સારવાર હેઠળ હતા. તેમનું પણ તા. ૯ સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ. આમ કટારીયા પરિવારના ૩ સભ્યના ૬ દિવસમાં મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
