<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

પોરબંદર ઔદ્યોગિક વસાહતને અલગ વીજ સબ ડિવીઝન આપવા ઉર્જામંત્રીને રજુઆત

જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસીએશનની રજુઆત

પોરબંદર તા. ૧રઃ ઔદ્યોગિક વસાહતમાં સબ ડિવિઝનને બે ભાગમાં વિભાજીત કરી ઉદ્યોગીક વસાહતને અલગ ઉદ્યોગીક ક્ષેત્રે સબડિવિઝન કરી આપવા બાબતે જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસીયેશન દ્વારા ઉર્જામંત્રીને રજુઆત કરી છે.

ઔદ્યોગિક વસાહતમાં સબ ડિવિઝનમાં અંદાજે ૩૦,૦૦૦થી ૩પ,૦૦૦ જેવા ગ્રાહકો આવેલ છે. જે સબ સ્ટેશનમાં વધુ પ્રમાણમાં હોય છે હજુ પણ આ એરિયામાં ડેવલોપીંગ ચાલુ છે હજુ ગ્રાહક વધવાની શકયતાઓ વધુ છે. જે આવેલ છે તે સબ સ્ટેશનના બે ભાગમાં વેચવામાં આવે તો ઉદ્યોગનગરમાં વારંવાર ફોલ્ટ આવતા ઘણાખરા ઓછા થાય તેમ છે. માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાને લઇને આગળની કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.

(૧) દરિયાકાંઠાનો વિસ્તાર આવેલ છે તેથી ખારાશને કારણે વધુને વધુ ફોલ્ટ આવવાની શકયતા રહે છે. (ર) જી.આઇ.ડી.સી.માં પી.જી.વી.સી.એલ.ની ઓફિસ કાર્યરત ર૦૦પમાં થઇ ત્યારે તેમાં ર૮ (અઠાવીસ) નો સ્ટાફ હતો આજે ર૦ર૪ માં પણ ર૮નો સ્ટાફ છે અને ગ્રાહકમાં ઘણો વધારો થયો છે. (૩) આ સબ સ્ટેશનમાં કુલ પાંચથી સતર ફીડર આવેલ છે જેમાં લકડીબંદર, સુભાષનગર, કડીયા પ્લોટ, સાંદિપની, જી.આઇ.ડી.સી. સૂકાડા એરપોર્ટ વગેરે જે સબ સ્ટેશનથી પાંચથી સાત કિલોમીટરના ત્રીજીયામાં આવેલ છે. ઉદ્યોગનગરમાં આવતા ફોલ્ટ માટે બે કલાકે તેથી વધુ સમય રાહ જોવી પડે છે. તેમ ઉર્જામંત્રીને રજુઆતમાં જણાવેલ છે.

(2:01 PM IST)