હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 12th September 2024
ધોરાજીમાં ગણેશ વિસર્જન વેળા યુવક ભાદર નદીમાં ડૂબી જતા મોત થયું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૨:
બહારપુરા વણકર વાસ ખાતે રહેતા હિરેન મુકેશભાઈ ભાસ્કર ઉંમર વર્ષ ૨૫ જે તેમના વિસ્તારમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખેલો હોય આ સમયે મોટી સંખ્યામાં યુવાનો ગણેશજી ની મુર્તી વિસર્જન કરવા માટે ભાદર નદી ખાતે પહોંચ્યા હતા. ગણેશ વિસર્જન સમયે ભાદર નદીમાં પગ લપસતા યુવક ઉન્ડા પાણીમાં ગરકાઉ થઈ ગયો હતો. હિરેન ભાસ્કર ડૂબી જતા તેમને બચાવવા માટે ફાયર ફાઈટર તેમજ તાલુકા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ તેમજ મામલતદાર વગેરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનને બહાર તરવૈયા દ્વારા બહાર કાઢીને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા તબીબો એ મૃત જાહેર કરેલ હતો
ઉપરોકત બનાવવાની જાણ ધોરાજીના દલિત સમાજમાં થતા ભારે શોક છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તાલુકા પોલીસ તપાસ ચલાવી રહ્યું છે
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
