હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 12th September 2024
ટંકારાના વાઘગઢ ગામે કુવામાં પડી જતા ખેડૂત દેવજીભાઇ ભીમાણીનું મોત
ફાયરબ્રિગેડ-ગ્રામ્યજનોએ પાણી ઉલેચી ૧૨ કલાકે લાશ બહાર કાઢી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા,તા. ૧૨: ટંકારા તાલુકાના વાધગઢ ગામે ખેડુતનું અકસ્માતે ખેતરના કુવામાં પડી જતા મોત થયું હતું.
અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વાધગઢ ગામે રહેતા દેવજીભાઈ ગંગારામભાઈ ભીમાણી ઉ. વ ૭૦ મોડી રાત્રે પણ ધરે નહી આવતા પરીવારે શોધખોળ હાથ ધરી હતી ત્યારે ખેતર ના કુવા પાસે ચિલા અને ચંપલ મળી આવતા ટંકારા પોલીસ મથકે જાણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરતા રાત્રે કુવામાં શોધખોળ આરંભી હતી.
જોકે ભારે વરસાદને કારણે કુવાનુ પાણી કાઠા સમુ હોય ગામજનો દ્વારા મોટરો મુકી પાણી ઉલેચી ઘટનાના ૧૨ કલાકો બાદ લાશ અને ટેકટર બહાર કાઢી મરણ જનારને ટંકારા સિવીલ હોસ્પિટલમાં પિ એમ અર્થ ખસેડાયા છે તપાસ ઈમ્તિયાઝભાઈ જામ રાઈટર દિવ્યરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. (૨૨.૨૦)
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
