<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 108 એમ્બ્યુલન્સની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી માતા અને પુત્રનો જીવ બચાવ્યો

બંનેને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સમાં જ દેવભૂમિ દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના નજીકના મીઠાપુર ગામના પ્રસૂતા ને અચાનક પ્રસૂતિનો દુખાવો થતાં 108 ટીમ ને  જાણ કરેલી હતી ત્યારે નાગેશ્વરથી તાત્કાલિક 108 ટીમ EMT સતીશ બામણીયા અને પાયલોટ રાજેશભાઈ પહોંચ્યા હતા અને  મીઠાપુરથી 8km આગળ પ્રસૂતા ને પ્રસુતિ નો દુખાવો વધતા મોજપ ગામ પહોંચતા એમ્બ્યુલન્સ માંજ ડિલિવરી કરાવવી પડી હતી.

        ત્યારે EMT સતીશ દ્રારા હેડ ઓફિસ પર રહેલા ડોક્ટર રાકેશ સર ના  માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ  તાલીમની મદદથી ડિલિવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો અને સલામત દ્વારકા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

(2:15 PM IST)