<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જામનગરના નવાગામ ઘેડમાં જુગાર રમતા ૨૭ ઝડપાયા : ૧૨ લાખની મતા જપ્‍ત

રમેશ ઉર્ફે પ્રમુખ વાઘેલાનાં ઘરમાં ઘણા સમયથી ચાલતી ઘોડીપાસાની કલબ ઉપર પોલીસનો દરોડો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: ઘણા સમયથી નવાગામ ઘેડમાં ચાલતી ઘોડીપાસાની કલબ ઉપર પોલીસ ત્રાટકી હતી અને ૧ર લાખની મતા સાથે ૨૭ ઝડપાયા છે. પ્રાપ્‍ત માહિતી મુજબ નવાગામ ઘેડમાં આવેલ ભીમવાસનો ઢાળીયો નં. ર સિઘ્‍ધેશ્‍વર સોસાયટી કેશુભાઈ માડમની ઓફીસની આગળ મહાદેવના મંદિરની બાજુમાં રહેતો આરોપી રમેશ ઉફે પ્રમુખ વાઘેલાના મકાનમાં બાતમીના આધારે સીટી બી ડિવિઝનના રાણાભાઈ વેજાણંદભા આંબલીયાએ રેઈડ કરતા આ કામેના આરોપીઓ સચીન વલ્લભભાઈ માડમ, અનીલ હરીશભાઈ મંગે, સુનીલ સુરેશભાઈ મારૂ, અલ્‍તાફ સતારભાઈ આંબલીયા, રમેશ મગનભાઈ મકવાણા, પરેશ ઈશ્‍વરભાઈ મારૂ, ભાવેશ મહેશભાઈ હરવાણી, રમેશ ગોવિંદભાઈ મંગે, તેજસિંહ કુવરસિંહ રાજબાર, તોફીક અબ્‍દુલભાઈ કાદરી, જયમીન મુકેશભાઈ નરેલા, પ્રકાશ વલ્લભભાઈ ગોંડલીયા, લાખાભાઈ દલુભાઈ ધરાણી, મયુર કરશનભાઈ ભાટીયા, લાલજી રામજીભાઈ પરમાર, રાહુલ ભરતભાઈ કનખરા, સેવક શ્‍યામજીભાઈ મકવાણા, વિમલ કિશોરભાઈ નંદા, અજય  લક્ષમણભાઈ પરમાર, સાજીદ વલીમામદ ગોધાવીયા, ઈકબાલ શાહ ઉમરશાહ ફકીર શાહમદાર, સતીષ હરીશભાઈ મંગ, ભાવેશ અરશીભાઈ ગોજીયા, આસીફ યુસુફભાઈ ફુલવારા, હસમુખ મનહરભાઈ પરમાર, રમેશ મુળજીભાઈ વાઘેલા અને ફારૂક હુશેનભાઈ ઓડીયાને ઘોડીપાસાનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવતા રેઈડ દરમ્‍યાન રોકડ રૂા. ૧૧,ર૮,૦૬૦ તથા મોબાઈલ-૯ કિંમત રૂા. ૯૦ હજાર મળી કુલ રૂા. ૧ર૧૮૦૬૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડાઈ ગયેલ છે જયારે આરોપી રમેશ વાઘેલા પોલીસને જોઈ નાશી જઈ ગુન્‍હો કરેલ છે.

(3:30 PM IST)