<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જૂનાગઢ જિલ્લા જેલના જેલ સહાયક અશોક ગામીત પર દુષ્કર્મના કેસના કેદીએ હુમલો કર્યો

દુષ્કર્મ કેસનો આરોપી એક સર્કલમાંથી બીજા સર્કલમાં ફરતો હોવાથી જેલ સહાયક આકાશ ગામીતે ટકોર કરતા ઉશ્કેરાયો :આકાશ ગામીતના ગળાના ભાગે ઈજા

જૂનાગઢ જિલ્લા જેલના જેલ સહાયક પર કેદીએ હુમલો કર્યો હતો. જૂનાગઢ જિલ્લા જેલ સર્કલ 2માં ફરજ બજાવતા જેલ સહાયક આકાશ ગામીત ઉપર દુષ્કર્મ કેસના આરોપીએ હુમલો કર્યો હતો. દુષ્કર્મ કેસનો આરોપી એક સર્કલમાંથી બીજા સર્કલમાં ફરતો હોવાથી, જેલ સહાયક આકાશ ગામીતે ટકોર કરી હતી. આથી ઉશ્કેરાયેલા આરોપીએ હુમલો કરીને, જેલ સહાયક આકાશ ગામીતના ગળાના ભાગે ઈજા પહોચાડી હતી. આ અંગે જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં, હુમલો કરનારા આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.


 

(6:33 PM IST)